પાટીદાર શહીદ યાત્રાને રાજપીપળામાં રોકી દેવાઈ !

02 July 2018 08:19 PM
Rajkot
  • પાટીદાર શહીદ યાત્રાને રાજપીપળામાં રોકી દેવાઈ !

સુરક્ષાની વાતને લઈને પાટીદાર યાત્રા સ્થગિત કરાઈ હોવાનો આગેવાનોનો મત

Advertisement

ઉંઝાથી નીકળેલી પાટીદાર શહીદ યાત્રા આજે સોમવારે નર્મદાના રાજપીપળામાં સ્થગિત કરી દેવાઇ છે. ગઈકાલે રવિવારે સાંજે સુરતમાં યાત્રા દરમિયાન હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણને લઈને યાત્રા સ્થગિત કરાઇ હોવાની વિગતો મળી રહી છે.

વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન દરમિયાન ૧૪ જેટલા પાટીદારો શહીદ થયા હતા. બાદમાં આંદોલનકારી પાટીદારો દ્વારા ઉંઝા ઉમીયાધામથી ખોડલધામ સુધી શહીદ યાત્રાની શરૂઆત કરાઇ હતી. જે અંતર્ગત યાત્રા ગઈકાલે રવિવારે સાંજે સુરત ખાતે પહોંચી હતી અને તેમાં આગેવાન હાર્દિક પટેલ પણ જોડાયા હતા. આ તકે મોડી સાંજે સુરતમાં આ યાત્રા પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો થતા પોલીસ પ્રોટેકશન સાથે આ યાત્રા આજે સોમવારે નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.

સાંજે પાસ આગેવાન દીલીપ સાબવા અને નિલેશ એરવાડીયા સહીતનાં આગેવાનોએ એક ચર્ચા બાદ શહીદ યાત્રા રાજપીપલા ખાતે જ સ્થગિત કરી દેવાઇ છે. અને જ્યા સુધી ગુજરાત સરકાર યાત્રાને પુરતો બંદોબસ્ત ન ફાળવે ત્યાં સુધી આ યાત્રાને આગળ નહી વધારવાનો નિર્ણય કર્યો છે. અને આ બાબતે વધુ વિગતો અમદાવાદ ખાતે આવતીકાલે મંગળવારે કરવામાં આપવાની જાહેરાત કરાઈ હતી.


Advertisement