અાઠ વષૅ પછી સ્કુટરને પાછળ રાખી દીધું બાઈકે

30 June 2018 03:06 PM
Business Technology
  • અાઠ વષૅ પછી સ્કુટરને પાછળ રાખી દીધું બાઈકે

Advertisement

ફરી અેક વાર મોટરસાયકલનું માકૅેટ અેકશનમાં અાવી ગયું છે. છેલ્લા લગાતાર અાઠ વષૅથી વેચાણની બાબતમાં સ્કુટર બાજી મારી જતંુ જોવા મળ્યું હતું, પરંતુ ર૦૧૮ની સાલના પહેલા પાંચ મહિના બાઈક માટે બહુ સારા રહયા છે. અા વષૅે સ્કુટરનું માકૅેટ ૧પ ટકા જેટલું વઘ્યુ છે જયારે મોટરસાયકલનું વેચાણ બાવીસ ટકા જેટલું વઘ્યું છે. ભારત ટૂરુવ્હીલરનું વિશ્ર્વનું સૌથી મોટું માકૅેટ છે. ર૦૧૭ની સાલમાં બાઈકનું માકૅેટ ૬.૪૪ ટકા જેટલંુ વઘ્યુ હતુ, જયારે સ્કુટરનું માકૅેટ ૧૪ ટકા જેટલુ વઘ્યુ હતુ. છેલ્લે ર૦૦૯મા સ્કુટરની સરખામણીઅે બાઈકસનો ગ્રોથ વધુ હતો. જોકે સોસાયટી અોફ ઈન્ડિયન અોટોમોબાઈલ મેન્યુફેકચરસૅના ડેટા મુજબ ચાલુ વષૅના પહેલા પાંચ મહિનામાં મોટરબાઈકનું વેચાણ અેકઝેકટ રર.૪૪ ટકા વઘ્યુ હતુ કુલ યુનિટની દ્રષ્ટિઅે લગભગ પ૭ લાખનું વેચાણ થયું હતું. બીજી તરફ સ્કૂટરનું માકૅેટ ૧પ.૬૮ ટકા વઘ્યુ હતુ અને કુલ યુનિટની દ્રષ્ટિઅે ર૮.૪ યુનિટસનંુ વેચાણ થયુ હતુ.


Advertisement