ખાસ વાચો : બિનજરૂરી મેસેજ રોકવા માટે વોટ્સએપે લોન્ચ કર્યું એક નવું ફીચર

29 June 2018 09:13 PM
Rajkot Technology
  • ખાસ વાચો : બિનજરૂરી મેસેજ રોકવા માટે વોટ્સએપે લોન્ચ કર્યું એક નવું ફીચર

હવે ફક્ત ગ્રુપ એડમીન જ મેસેજ ગ્રુપમાં મૂકી શકશે તેવો પણ એક વિકલ્પ વોટ્સએપે બહાર પાડ્યો.

Advertisement

વોટ્સએપે એક નવું ફીચર તાજેતરમાં લોન્ચ કર્યું છે. આ ફીચરમાં કોઈ પણ વ્યક્તિ હવે ડાયરેક્ટ ગ્રુપમાં મેસેજ પોસ્ટ નહિ કરી શકે તેવો વિકલ્પ વોટ્સએપે બહાર પાડ્યો છે. ગ્રુપ એડમીન પાસે હવે એક એવી સત્તા રહેશે કે તેઓ ગ્રુપના બધાજ મેમ્બર્સને મેસેજ મુકવા હોય તો અને બિનજરૂરી મેસેજીસ રોકવા માટે ફક્ત ગ્રુપ એડમીન જ મેસેજ મૂકી શકે તેવી પણ એક વ્યવસ્થા વોટ્સએપે તેના નવા અપડેટમાં લોન્ચ કરી છે.

કેવી રીતે આ ફીચર વાપરશો :
૧. વોટ્સએપ ખોલો
૨. કોઈ પણ ગ્રુપ ખોલો, જેમાં તમે એડમીન છો અને ગ્રુપ સેટીગ્સ પર ક્લિક કરો. ત્યારબાદ સેન્ડ મેસેજીસના ઓપ્શનમાં જાઓ .
૩. ત્યાં તમોને ઓપ્શન દેખાશે કે, ઓલ પાર્ટીસીપન્ત્સ (બધાજ સભ્યો) અથવા ઓન્લી એડમીન (ફક્ત એડમીન), કોઈ એક પર ટીક કરી શકો છો.
તમે એક ગ્રુપ એડમીન હોવાથી તમે તમારા ગ્રુપના સભ્યો અથવા તમારી પોતાની પાસે જ ગ્રુપની અંદર મેસેજીસ મુકવા બાબતે એક લીમીટ રાખી શકો છો. આ ઓપ્શન કમ્પલસરી નથી, વોટ્સએપ તમોને ફક્ત વિકલ્પ આપી રહ્યું છે.Advertisement