જુના રાજકોટમાં ૨ ઇંચ નવા રાજકોટમાં 3.25 ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા

29 June 2018 08:00 PM

  • જુના રાજકોટમાં ૨ ઇંચ નવા રાજકોટમાં 3.25 ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા

: મહિલા કોલેજ અંડર બ્રીજ પર પાણી ભરાતા સીટી બસ બંધ, લોકોએ ધક્કા માર્યા !!

Advertisement

આજે શહેરમાં મેઘરાજાએ વરસવાનું શરુ કરતા શહેરના નીચાણવાળા વિસ્તારો, રોડ, રસ્તાઓ વરસાદી પાણીમાં ડૂબી જતા એક તબક્કે ટ્રાફિકજામનો માહોલ ખડો થયો હતો. સરકારી આંકડા કહે છે કે આજે ઓછા વધતા ઝાંપટા સ્વરૂપે વરસેલા વરસાદથી જુના રાજકોટ વિસ્તારમાં સવા ત્રણ ઇંચ અને નવા રાજકોટ શહેરના વિસ્તારોમાં ૨ ઇંચ જેટલું પાણી પડ્યું હોવાના અહેવાલો મળે છે.

આજના વરસાદથી મહિલા કોલેજ નજીકનું અંડર્બ્રીજ અને લક્ષ્મીનગરનું નાલુ એમ બંને સ્થળો સ્વીમીંગપુલમાં ફેરવાઈ ગયા હતા. પરિણામે આ બંને રસ્તાઓનો ઉપયોગ કરનાર નાના મોટા વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા સમયે લોકો અડધોથી પોણો કલાકથી પણ વધુ ટ્રાફિક જામમાં ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આવા ટ્રાફિકજામ સ્થિતિમાં અમુક વાહનચાલકોના વાહનો એકબીજાના અડકી જતા વાહનચાલકો બાખડી પડયાના પણ અહેવાલો સંભળાયા છે. આ બાબતે જે હોય તે પણ શહેરમાં અનેક જગ્યાએ ભરાયેલા વરસાદી પાણીએ કોર્પોરેશન મેનેજમેન્ટની પોલમપોલ ખોલી નાંખી હતી. કારણ કે જે જે જગ્યાએ પાણી ભરાતા હોય ત્યાં ચોમાસા પૂર્વે પાણી નિકાલની વ્યવસ્થા માટે તંત્રે કોઈ આગોતરું આયોજન ના કર્યું હોય આજે તેઓની પોલ વરસાદે ખોલી નાંખી હોવાનું કહેવું ખોટું નથી.

વરસાદી માહોલમાં શહેરના હેમુ ગઢવી હોલ નજીક વરસતા વરસાદ વચ્ચે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ફસાયેલા વાહનોના હોર્નના દેકારા સાંભળવા મળ્યા હતા. રાજકોટમાં અમુક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ હતી. સામાન્ય એવા વરસાદના કારણે તંત્રની પોલ ખુલી પડી ગઈ હતી.

Advertisement