સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી પર ખતરો : પીવાના પાણીની પણ ઉભી થતી ચિંતા

28 June 2018 11:58 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી પર ખતરો : પીવાના પાણીની પણ ઉભી થતી ચિંતા

ખેતી અાધારીત જુનાગઢ જિલ્લામાં વાવેતર નિષ્ફળ જવા ભય : બફારારુજીવાતના કારણે નુકસાન : માંડવીનું બિયારણ કયાં નાંખવું ? અમરેલીમાં બે દિવસમાં વરસાદ ન પડે તો બિયારણ નિષ્ફળ જશે : રાજકોટ, જામનગર, ભાવનગર જિલ્લાના ખેડૂત પણ વરસાદની રાહમાં... ભીમ અગિયારસે શુકન સાચવી મેઘરાજા અદ્રશ્ય : નદીથી માંડી બોરમાં પણ પાણી ઉતરવા લાગ્યા...

Advertisement

સૌરાષ્ટ્ર, તા. ર૮ સૌરાષ્ટ્રમાં ચોમાસુ સતાવાર રીતે અને ગત વષૅની જેમ સમયસર શરૂ ન થતા હવે પાક સાથે પાણીનો પ્રશ્ર્ન પણ ઉભો થવા ચિંતા જાગવા લાગી છે. રાજકીય અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણીલાયક વરસાદ શરૂ ન થતા કપાસનું બિયારણ નિષ્ફળ જવા ભય ઉઠયો છે. દર વષેૅ ૧પ જુલાઈઅે ચોમાસુ બેસી જતું હોય ખેડૂતોઅે સમયસર વાવણી કરી છે. પરંતુ હવે તો નહી, નાળા, ડેમ અને બોરના તળ પણ નીચે ઉતરી જતા ચિંતા પણ ઉંડી થઈ રહી છે. જુનાગઢ જુનાગઢ જિલ્લો સંપૂણૅપણે ખેતી અાધારીત જિલ્લો છે. અેક પણ ઉધોગ ધંધા મોટી ઈન્ડસ્ટ્રીઝ કે રેલ્વેને જોડતી કોઈ મોટીલાઈન પણ નથી માત્રને માત્ર ખેતી અાધારીત જુનાગઢ જિલ્લામાં મગફળી કપાસનું મોટાપાયે ઉત્પાદન થાય છે વષૅ ર૦૧૭માં પણ અોછા વરસાદના કારણે પીવાના પાણીની સમસ્યા ઘણા સમયથી ઉભી થવા પામી છે. વરસાદ ખેંચાતા ડેમરુચેકડેમો તળાવ નદીનાળા ખાલી થઈ જતાં કાંકરા ઉડવા લાગ્યા છે. મેઘરાજાઅે મોં ફેરવી લેતા વાવેતરનો સમય હાથમાં સરી રહયો છે. નિયમ મુજબ ૧૩ જુન થી રર જુન ચોમાસુ સૌરાષ્ટ્રરુકચ્છ કાઠીયાવાડમાં બેસી જતું હોય છે મુંબઈમાં વરસાદ અાવ્યા બાદ પાંચ થી સાત દિવસમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. હાલમાં જેટલોમોટો વરસાદ પડશે તેટલું શીયાળુ પાકનું વાવેતર ઘઉં, જીરૂ, ધાણાનું વાવેતર થશે તે પણ પુરતા વરસાદ રેગ્યુલર થશે અને પુર નદી નાળા છલકાય જશે તો જ શીયાળુ (રવિ) પાકનું વાવેતર થઈ શકશે. કપાસ બીટીનંું વાવેતર પણ વાવણીના વરસાદ વગર મોડુ થતા શીયાળુ વાવેતરમાં મોટો ફટકો પડશે. વાવેતર અોરવેલ મગફળી કપાસનું વાવેતર ભારે પવન અને જમીનના અંદરના બફારાના કારણે ઉપરાંત જમીનની જીવાતોના ઉપદ્રવના કારણે નાશ થઈ રહયું છે. ભારે પવનના કારણે કુમળા છોડ મગફળી કપાસના મુરઝાય રહયા છે. અેકંદરે અેક અેક દિવસ જગના તાત માટે વસમો સાબીત થઈ રહયો છે. ખેડુત મજુર વગૅ અાકાશ સામે મીટ માંડીને બેઠો છે. ચોતરફ ચિંતાના વાદળો ઘેરાઈ જવા પામ્યા છે. તમામ ધંધાઅો ઉપર માઠી અસરની શરૂઅાત જોવા મળી રહી છે. નાના ધંધાથીૅઅો પણ મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. જે અા વષેૅ પણ વાત ખોટી પડી છે. ચોમાસા પહેલા અાગહીકારોને ૪ જુન થી ૬ જુન, ૧ર જુન થી ૧૬ જુન સવૅત્ર વરસાદ શ્રીકાર વરસાદની અાગાહીઅો કરી હી હવામાન ખાતાઅો વાત જુનના પહેલા બીજા અઠવાડીયમાં વાવણીલાયક વરસાદની અાગાહી કરી હતી. હવામાન જોઈને વતાૅરો કરનારાઅોની અાગાહી સંપૂણૅપણે અદરેકની ખોટી પડી છે. મગફળી અાડી મગફળીના વાવેતરનો સમય વીતી રહયો છે. અધૅ વેલડી જીરુરર, જીરુ૪૭, જીરુ૩૭ સહિતની મગફળીનો સમય તેમજ દેશી મગફળી (અાડી)નું વાવેતર ૧પ જુનથી ર૮ જુન વચ્ચે થઈ જતું હોય છે. તે અા વરસે અેક ઈંચ પણ વરસાદ ન પડતા દિવસે દિવસે વાવેતરને મોડુ થઈ રહયું છે. અાજે જેઠ સુદ પુનમ પણ કોરી ધાકોળ જવા પામી છે. ખેડુતોઅે ખાતર ભરી દીધા છે. મગફળીનું બીયારણ પણ બજારમાંથી લઈને ઘરમાં દીધું છે. જેમાં જીવાત પડવાનો ગરમીના કારણે દીવસે દીવસે વિકટ સ્થિતિનો સામનો કરવો પડી રહયો છે. અમરેલી અમરેલી જિલ્લામાં છેલ્લા અેકાદ અઠવાડિયાથી મેઘાનું અામ તો અાગમન થયું છે પરંતુ ખેતી માટે જરૂરી વરસાદ પડયો ન હોય અને હવામાન વિભાગની અાગાહી પણ સાચી પડતી નથી અને હવે જો મેઘરાજા મન મુકીને વરસાદ નહી વરસાવે તો અમરેલી શહેરમાં પીવાના પાણીની મુશ્કેલી સજાૅય શકે તેવી પરિસ્થિતિ ઉપરાંત જગતાતે કપાસનું બિયારણ નિષ્ફળ જવાની શકયતાઅો જોવા મળી રહી છે. અધાૅ ઉપરાંતનો જેઠ માસ વિતી જવા છતાં પણ અમરેલી જિલ્લાનાં ખેડુતો હવે વાવણીલાયક નહી પડતા ચાતક નજરે વરસાદની રાહ જોવે છે અને હવામાન વિભાગ પણ ભારે વરસાદની અાગાહી કરે છે છતાં પણ વરસાદ ન પડતા અને વરસાદી વાદળો વિંખાતા ખેડુતો પર ચિંતાના વાદળો છવાયા છે. દર સાલ અા સમય દરમિયાન સીઝનનો કુલ વરસાદનો અધોૅ વરસાદ તો પડી જતો હોય છે ત્યારે ચાલુ સાલે હજુ પણ વાવણી લાયક વરસાદ નહી પડતા અને કેટલાક ખેડુતોઅે વરસાદની અાશાઅે વાવણી કરી દેતા હવે બિયારણ નિષ્ફળ જવાની શકયતાઅો જોવા મળી રહી છે. ભાવનગર ભાવનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વિખેરાતાની સાથે જ મહતમ તાપમાન ઉંચકાને ૩૮.૬ ડિગ્રી પાર કરતાં ગરમી અને ભેજનું પ્રમાણ બન્યું છે. દરમ્યાન ભાવનગરમાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. ભાવનગર જિલલમાં શનિરુરવિ બે દિવસ વરસાદી માહોલ રહયા બાદ જિલ્લામાં ભારે વરસાદની અાગાહી તંત્ર દ્વારા કરવામાં અાવી હતી. પરંતુ ભારે વરસાદની માંગણી દરમયાન જ વરસાદી માહોલ પણ વિખેરાઈ ગયો હતો અને મહતમ તાપમાન ફરી વધતા ગરમીનું જોર વઘ્યું હતું. ગઈકાલે ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૩૮.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ર૭.૮ ડિગ્રી નોંધાયુ હતું. ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા અને પવનની ઝડપ ૪૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. પાણીઢોળ છેલ્લા બે પાંચ દિવસથી વરસાદી વાતાવરણ થઈ જતાં અમુક ખેડુતોઅે કોરી જમીનમાં મગફળી અને કપાસનું બીયારણનું વાવેતર દીધું હતું. પરંતુ હજુ સુધી વરસાદ ન વરસતા ખેડુતો ચિંતામાં જોવા મળી રહયા છે. પરંતુ વાવણી અગાઉ ખેડુતોઅે કોરી જમીનમાં વાવેતર કયાૅ બાદ બે ચાર દિવસમાં જ વાવણીલાયક વરસાદ વરસે તેવું વાતાવરણનું બંધારણ થયું હતું. પરંતુ અચાનક જ સિસ્ટમ ઉડી જતાં હવે વરસાદ ખેંચાઈ રહયો છે. અને કોરી જમીનમાં થોડા ઘણા છાંટાપડે તો તે નુકસાનકારક હોવાનું ખેડુતોઅે જણાવ્યું હતું. ઝાપટા જુન મહિનો પુરો થવામાં છે પણ સૌરાષ્ટ્ર કોરું ધાકોર રહયું છે.અાકાશમાં વરસાદી વાદળો ધરાતા નથી પણ ખેડુતોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. વરસાદના કોઈ અણસાર દેખાતા નથી. સારા વરસાદની અાશા વચ્ચે જામનગર અને જુનાગઢ પંથકમાં હળવા, મઘ્યમ ઝાપટા વરસી ગયા હતા. અલબત, બંગાળની ખાડીમાં ડિપ્રેશન સજાૅતા સારા વરસાદની અાશા જાગી છે. ખંભાળીયામાં વહેલી સવારે અાકાશમાં વાદળો ઘેરાયા હતા અને થોડા છાંટા વરસ્યા બાદ ઝાપટું વરસી ગયું હતું. જામનગરમાં પણ ઝાપટુ વરસી ગયું હતું. સોરઠમાં ગત સવારે વરસાદી માહોલ જામ્યો હતો અને સારો વરસાદ અાવી જશે તેવી લોકોને અાશા જાગી હતી પણ જુનાગઢના ગાંધીધામ વિસ્તારમાં જોરદાર ઝાપટુ પડતા માગોૅ પર પાણી વહેવા લાગ્યા હતા. માળીયાહાટીનામાં પણ ઝાપટું વરસી ગયું હતું.


Advertisement