મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ઇઝરાયલમાં - પ્રથમ દિવસ

27 June 2018 11:07 PM
Rajkot World
  • મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ઇઝરાયલમાં  - પ્રથમ દિવસ
  • મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ઇઝરાયલમાં  - પ્રથમ દિવસ
  • મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ઇઝરાયલમાં  - પ્રથમ દિવસ

- પ્રથમ દિવસ ઇઝરાયલના સૌથી મોટા શેફડેનના ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત ....

Advertisement

ઇઝરાયલના સૌથી મોટા શેફડેનના ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત
....

ગુજરાત ૧,૬૦૦ કિ.મી. વ્યૂહાત્મક દરિયા કિનારો- શહેરોમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નેટવર્ક – ડિસેલિનેશન પ્લાન્ટ્સ - કુદરતી જળ સ્રોતના કાર્યદક્ષ ઉપયોગથી વોટર સિક્યોરિટી માટે પ્રતિબદ્ધ
ઇઝરાયલના ઉપલબ્ધ જળ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગના અનુભવ જ્ઞાન અને સહભાગિતાથી ગુજરાતમાં ૨૦૫૦ સુધી જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરવું છે
....
ઇઝરાયલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે નેશનલ લેવલે અગ્રેસર મેકોરોટ- Mekorotના સંચાલકો-પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજિઝ વિષયક પરામર્શ કરતા શ્રી વિજયભાઈ રૂપાણીમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિ મંડળે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ-મુલાકાત લીધી હતી.
૧૯૭૭થી મેકોરોટ – Mekorot કંપની દ્વારા ૨૫૦ મિલિયન ડોલરથી સ્થાપિત આ પ્લાન્ટ ઇઝરાયલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર – ૩૭૦ MLD શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કહ્યું કે ગુજરાત અને ઇઝરાયલ – બેઉ પ્રદેશો પાણીની સમાન સમસ્યા – ચેલેન્જનો સામનો કરી રહ્યાં છે. ઇઝરાયલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલિનેશન વોટરથી પોતાની પાણી જરૂરિયાતો વ્યાપકપણે સંતોષી છે,

તેના અનુભવ જ્ઞાન અને ગુજરાત- ઇઝરાયલ વચ્ચે સહભાગિતાની તકો વિકસાવીને ગુજરાતમાં ૨૦૫૦ સુધી કોઇ જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરવું છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે. એટલું જ નહીં, જુદા જુદા શહેરોમાં સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક પણ ગુજરાતમાં છે.

રાજ્યમાં સારા પ્રમાણમાં કુદરતી જળસ્રોત પણ છે ત્યારે હવે આ જળ સંસાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરીને ગુજરાતને ૨૦૫૦ સુધી જળ સુરક્ષિત રાજ્ય બનાવવું એ સમયની માગ છે.
આ સંદર્ભમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પોલિસી લોન્ચ કરી છે. જોડીયા પાસે ૧૦૦ MLDનો ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત્ થવાનો છે.

તે ઉપરાંત અન્ય ૧૦ ડિસેલિનેશન પ્લાન્ટ્સ રાજ્યના દરિયા કિનારે શરૂ કરીને સમુદ્રી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઇઝરાયલ-ગુજરાતના સહભાગી પ્રયાસો ફળદાયી બનશે.
શ્રી વિજયભાઈએ ગુજરાતમાં તાજેતરમાં રાજ્ય સરકારે “રિયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી” લોન્ચ કરીને શહેરો-નગરોના વેસ્ટ વોટર ટ્રીટ કરી તેનો વપરાશ માટે પુનઃ ઉપયોગ કરવાની જે પહેલ કરી છે તે સંદર્ભમાં ઇઝરાયયલના આ પ્લાન્ટની ઉપયોગિતા અને ટેક્નોલોજિકલ સહભાગિતા ગુજરાતમાં થઇ શકે તે માટે સૂચનો કર્યા હતાં.
તેમણે એમ પણ સૂચવ્યું કે રાજ્યના મહાનગરો અને વિકસી રહેલા નગરોમાં ઇઝરાયલની આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજીથી વધુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રીકરણ અને ટ્રીટમેન્ટ કરી તેને પીવાના ઉપયોગ સિવાય પુનઃવપરાશ ઉપયોગ થઈ શકે.


મુખ્યમંત્રીશ્રીએ ઇઝરાયલમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રિમ દરજ્જાની મેકોરોટ કંપનીના પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટની ટેક્નોલોજિઝ અને મેનેજમેન્ટ વિષયક જાણકારી મેળવવામાં ઉત્સુકતા દર્શાવી તલસ્પર્શી વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલિગેશન સાથેની આ પ્રેઝન્ટેશન-ચર્ચા બેઠકમાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રોફેશનલ ઇન્સ્ટ્રક્ટર શ્રી ગલ સોહેમ – Gal Shoham અને ઇઝરાયલના અધિકારીઓ જોડાયા હતા.
ગુજરાતના પાણી પૂરવઠા અગ્રસચિવ શ્રી જે. પી. ગુપ્તાએ ગુજરાતમાં જળ વ્યવસ્થાપનની વિગતો આપી હતી.
Advertisement