ચાર દિવસ પછી પણ ઇંગ્લેન્ડના જંગલોમાં આગના લબકારા

27 June 2018 10:54 PM
Rajkot World
  • ચાર દિવસ પછી પણ ઇંગ્લેન્ડના જંગલોમાં આગના લબકારા

Advertisement

ઇંગ્લેન્ડના ગલમાં અત્યાર સુધી ડઝનથી વધુ પરિવારોને મકાન ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. છેલ્લાં ચાર દિવસથી લાગેલી આગના કારણે ઇમરજન્સી ક્રૂ મેમ્બર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સેડવર્થ મૂર જંગલોમાં 20 ફૂટ ઉંચે સુધી આગની જ્વાળાઓ જોવા મળે છે. સતત ચાર દિવસ સુધી યથાવત રહેલી આ આગ પર કાબૂ મેળવવો હવે મુશ્કેલ છે.

સિટી કાઉન્સિલે લોકોને હેલ્થ વોર્નિંગ જાહેર કરી છે અને તેઓ દરવાજા અને બારીઓ બંધ રાખી ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. કાઉન્સિલે એલર્ટ જાહેર કર્યુ છે કે, આગના કારણે 50 મીટર સુધી કંઇ પણ દેખાતું નથી. તેથી રહીશોએ આગામી એલર્ટ પહેલાં ઘરની બહાર નિકળવું નહીં.

અત્રે નોંધનીય છે કે, આગના કારણે 2000 એકર એરિયા બળીને ખાખ થઇ ગયો છે. પોલીસ ફોર્સે આજે ટ્વીટ કરી હતી કે, તેઓ આર્મી સાથે કોન્ટેક્ટ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં જરૂર પડશે તો અહીં આર્મી ગોઠવવામાં આવશે. ઇંગ્લેન્ડના પબ્લિક હેલ્થ જણાવ્યા અનુસાર, આગના કારણે હજુ સુધી કોઇ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી.Advertisement