રેલગાડીઓમાં તબાહી મચાવવા માંગતું અલ કાયદા સંગઠન

27 June 2018 10:38 PM

  • રેલગાડીઓમાં તબાહી મચાવવા માંગતું અલ કાયદા સંગઠન

આખા પ્લાનિંગનો ખુલાસો અત્યંત ચૌકાવનારો

Advertisement

ખુંખાર આતંકવાદી સંગઠન અલ કાયદા દેશભરમાં રેલગાડીઓને પાટા પરથી ઉતારીને મોટી દુર્ઘટના અને મોટા પ્રમાણમાં જાનહાની કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. આ માટે આતંકવાદી સંગઠને ‘ઈસ્પાયર ટ્રેન ડિરેલ ઓપ્રેશન’ ના નામે એક પત્રિકા પણ બહાર પાડી છે. સીઆરપીએફ તરફથી જાહેર કરવામાં આવેલા ગુપ્તચર અહેવાલમાં આ ષડયંત્રનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. અલ કાયદાએ બહાર પાડેલી પત્રિકામાં કહેવામાં આવ્યું છે કે, ચાલતી ટ્રેનને પાટા પરથી ઉતારવા માટે કેવી રીતનો ઉપયોગ કરી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. આ ગુપ્તચર અહેવાલમા બાદ રેલવેએ તેના તમામ કર્મચારીઓને ખુબ જ સતર્કતા રાખવા જણાવ્યું છે.

પાટા પરથી ટ્રેન ઉતારવાને હથિયાર બનાવવાની ટ્રેનિંગ
આતંકવાદી સંગઠન અલ કાયદા તરફથી જાહેર કરવામાં આવેલી પત્રિકા ‘ઈસ્પાયર ટ્રેન ડિરેલ ઓપ્રેશન’માં જણાવવામાં આવ્યું છે કે, કોઈ ઝડપથી ચાલતી ટ્રેનને પ અટા પરથી ઉતારવા માટે ઘરમાં જ કેટલાક પ્રકારના હથિયારો બનાવી શકાય છે. આ હથિયારોનો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ જણાવવામાં આવ્યું છે. આતંકવાદી સંગઠનનું લક્ષ્ય રેલગાડીઓને ઉથલાવી મારીને મોટા પાયે જાન અને માલહાની સર્જવાનું છે.

રેલવેએ તેના કર્મચારીઓનું કાઉન્સેલિંગ શરૂ કર્યું..
અલ કાયદા તરફથી રેલગાડીઓને પાટા પરથી ઉતારવાના ષડયંત્રને ધ્યાનમાં રાખી રેલવેએ પણ કમર કસી લીધી છે. દેશભરમાં રેલ કર્મચારીઓનું કાઉંન્સલિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ કાઉન્સલિંગ એક સપ્તાહમાં પુરૂ થશે. ખાસ કરીને રેલગાડીઓમાં જનારા રેલ કર્મીઓને સતર્ક કરવામાં આવી રહ્યાં છે. તમામને નિર્દેશ આપવામાં આવ્યાં છે કે, કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિની સૂચના તુરંત પોલીસ તથા રેલ અધિકારીઓને આપવામાં આવે.

રેલવે ડ્રાઈવરોને આપવામાં આવી મહત્વપૂર્ણ જવાબદારી
રેલવેના ડ્રાઈવરો એટલે કે લોકોપાયલોટને ખાસ સૂચના આપવામાં આવી છે કે, પાટા પર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ નજરે પડે તો ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન અટકાવી દેવામાં આવે. તેવી જ રીતે લોકોપાઈલોટને રેલગાડીઓ ચલાવતી વખતે સોંગલ લાઈન સેક્શન પર પોતાના ટ્રેક પર તથા ડબલ લાઈન સેક્શન પર પોતાના ટ્રેક પર તથા ડલબ લાઈન સેક્શન પર બાજુના ટ્રેક પર પણ નજર રાખવાનું કહેવાયું છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેની જાણકારી કંટ્રોલ રૂમને આપવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.Advertisement