કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ,

27 June 2018 10:14 PM
Rajkot India
  • કાશ્મીર મુદ્દે ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ,

UNમાં ચોખ્ખું કહી દીધું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે

Advertisement

સંયુકત રાષ્ટ્ર મહાસભાની ચર્ચા દરમ્યાન પાક રાજદૂત દ્વારા કાશ્મીરનો હવાલો આપ્યા બાદ ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે. ભારતે કહી દીધું કે પાકિસ્તાન ગમે તેટલી ખોખલી દલીલો આપે, એ સચ્ચાઇ બદલી શકશે નહીં કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. સંયુકત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિએ કહ્યું કે જો કોઇએ વાસ્તવિકતા અંગે ગૂંચવાડો ઉભો કર્યો છે તો તે પાકિસ્તાન છે.

આપને જણાવી દઇએ કે સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોદીએ સોમવારના રોજ મહાસભામાં ‘જનસંહાર, યુદ્ધ ગુનો, જાતીય સંહાર અને માનવતાની વિરૂદ્ધ ગુનાને રોકવા અને તેના સંરક્ષણની જવાબદારી’ વિષય પર થઇ રહેલ ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે કાશ્મીર હત્યા અને નરસંહાર જેવા ગંભીર ગુનાઓથી પ્રભાવિત જગ્યાઓમાં સામેલ છે.Advertisement