પાકિસ્તાને ૪૮૦ વખત સીઝફાયરનો ભંગ કર્યો !

27 June 2018 10:07 PM
Rajkot India
  • પાકિસ્તાને ૪૮૦ વખત સીઝફાયરનો ભંગ કર્યો !

Advertisement

BJP-PDP રાજમાં જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન તરફથી સરહદ પર ગોળીબારની ઘટનામાં રોકેટ ગતિથી વધારો થયો છે. પાકિસ્તાને આ વર્ષે હજુ સુધી જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ ૪૮૦થી વધુ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે.

ગયા વર્ષે ૧૧૧ સંઘર્ષ વિરામના ભંગની સામે આ વખતે તેમા ૪૦૦ ટકાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન પાકિસ્તાનની સેનાએ માત્ર ભારતીય ચોકીઓ પર અને ગામોને જ ટારગેટ બનાવ્યા નથી બલ્કે સ્નાઇપરો દ્વારા ભારતીય જવાનો પર પણ ગોળીબાર કર્યો છે.

બીએસએફના અધિકારીઓનુ કહેવુ છે કે પાકિસ્તાની દળોએ આ વર્ષે દર રોજ ઓછામાં ઓછા ત્રણ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. ભારતીય જવાનો પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

પાકિસ્તાન તરફથી આ ઉશ્કેરણીજનક કાર્યવાહી એવા સમય પર કરવામાં આવી રહી છે જ્યારે ૨૦૦૩ની યુદ્ધવિરામની સમજુતીને સંપૂર્ણપણે લાગુ કરવા માટે ૨૯મી મેના દિવસે સહમતિ થઇ હતી. ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કાશ્મીરમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ આ ગાળા દરમિયાન કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની સંખ્યામાં જંગી વધારો થયો હતો.Advertisement