બાળકોના અપહરણ કરતી ગેંગ વિશે ગૃહમંત્રી પ્રદિપસિંહનું નિવેદન

27 June 2018 09:34 PM
Rajkot Gujarat
  • બાળકોના અપહરણ કરતી ગેંગ વિશે ગૃહમંત્રી પ્રદિપસિંહનું નિવેદન

Advertisement

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વોટસએપ, ફેસબૂક, ટ્વીટર જેવાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા નાના બાળકોના અપહરણ અંગેના વીડિયો કે મેસેજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં વાયરલ થયા છે તે રાજ્યમાં ભયનો માહોલ પેદા કરનારા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ખોરંભે પાડનારા છે. આ માટે નાગરિકો ચેતે અને લોકજાગૃતિ દ્વારા આવા ખોટા મેસેજ આગળ ન મોકલે તે અત્યંત જરૂરી છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજયના અલગ અલગ જિલ્લાઓ, શહેરોમા નાના બાળકોના અપહરણ કરતી ગેંગ આવ્યાના અને બાળકોને ઉપાડી જવા અંગેના સમાચારો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે તે તમામ મેસેજ સદંતર ખોટા અને પાયાવિહોણા છે. જેના થકી રાજયની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડામાડોળ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. તેને ડામવા રાજય સરકાર કડક હાથે પગલાં લઈ રહી છે આ માટે નાગરિકો સક્રીય સહયોગ આપે અને આવા મેસેજ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ ન કરે તે જરૂરી છે જેથી ભયનો માહોલ પેદા ન થાય.


Advertisement