આવતા 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી

25 June 2018 07:07 PM
Rajkot
  • આવતા 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી

રાજકોટમાં ગઇકાલે હળવા-ભારે ઝાપટા બાદ આજે સવારથી ધુપ-છાંવ વચ્ચે વરસાદી માહોલ: સવારે મહુવામાં-1 ઇંચ વરસ્યો: ગઇકાલે વડીયામાં-2, સોરઠમાં-1 ઇંચ મેઘકૃપા: અમરેલી પંથકમાં પણ બપોરે મેઘરાજાની એન્ટ્રી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભીમ અગિયારસનાં શુકન સાચવ્યા: ઝાપટાથી માંડી ર-ઇંચ

Advertisement

રાજકોટ તા.રપ
છેલ્લા કેટલાંક દિવસોથી અસહ્ય બફારામાં પરસેવે ન્હાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વાસીઓ આતુરતા પુર્વક મેઘકૃપાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે અને આજે સવારે સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડતા ભારે ગરમીમાં ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. જો કે આજે સવારે ફરી ધુપ-છાંવજ વચ્ચે બફારો અનુભવાયો હતો. દરમ્યાન બપોરે ફરી અમરેલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થયાનાં વાવડ છે. રાજકોટ વાસીઓ કે જેઓ છેલ્લા કેટલાંક દિવસોથી ભારે બફારામાં બફાઇ રહ્યા છે. તેઓને ગઇકાલે સવારમાં થોડી રાહત અનુભવાઇ હતી.
ગઇ સવારમાં 10 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે શહેરમાં હવામાન પલ્ટો આવ્યા બાદ હળવા ભારે ઝાપટા વરસતા રાજ માર્ગો ઉપર પાણી વહી ગયા હતા. નગરજનોએ રાહત અનુભવી હતી. હવામાન કચેરીના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ર4 કલાક દરમ્યાન માબ 0.પ મી.મી. વરસાદ નોંધાયો હતો. દરમ્યાન આજ રોજ સવારમાં શહેરમાં ફરી સુર્ય દેવે દર્શન દીધા હતા. અને બપોરે ધુપ-છાંવ ભર્યા વાતાવરણ વચ્ચે ફરી અસહ્ય બફારો લોકો અનુુભવ્યા હતા. રાજકોટ શહેરમાં આજે બપોરે અઢી વાગ્યે પણ આકાશમાં વાદળો અનુ સુર્યદેવ વચ્ચે સંતા કુકડી રમાતી રહી હતી. શહેરમાં ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે 34.7 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયા બાદ આજરોજ પણ બપોરે ર.30 કલાકે 35.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અને પવનની ઝડપ રર કીમી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
ઉપરાંત આજે સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન 29.6 ડીગ્રી નોંધાયું હતું. અને લઘુતમ તાપમાન ર7.7 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 13 કીમી રહેવા પામી હતી.
ગઇકાલે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક સ્થળો એ મેઘરાજાએ ભીમ અગિયારસના શુકન સાચવ્યા હતા. ભાવનગર જીલ્લામાં આજે સવારે 1 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ગઇકાલે જુનાગઢ જીલ્લામાં ઉના, ગીર ગઢડામાં 1 ઇંચ વરસાદ પડયો હતો. અને અન્યત્ર ઝાપટા પડયા હતા. આ ઉપરાંત અમરેલી જીલ્લામાં પણ ઠેર-ઠેર ઝાપટા પડયા હતા. ગઇકાલે વડીયા પંથક બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં સવારે અમી છાંટણા વરસ્યા હતા. રાજકોટ નજીકના કાલાવડ-નિકાવા અને આણંદ પરમાં પણ ગઇકાલે ઝાપટા વરસ્યા હતા.
દરમ્યાન અરબી સમુદ્રમાં મોન્શુન કરંટ શરૂ થતા હવે આવતા ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રમાં મધ્યમ અને દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી-જુનાગઢ પંથકમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે અન્યત્ર છુટો છવાયો વરસાદ થવાની શકયતા છે. ઉ5રાંત દ. ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતા હવામાન કચેરીએ દર્શાવી છે. આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ સાથે બફારો છવાયેલો રહ્યો હતો.

અમ૨ેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહે૨
દિ૨યાઈ વિસ્તા૨નાં ૨ાજુલા-જાફ૨ાબાદમાં ધોધમા૨
અમ૨ેલી જિલ્લામાં પવિત્ર ભીમ અગિયા૨સનાં દિવસે મેઘ૨ાજાની શુકનવંતી પધ૨ામણી બાદ આજે સતત ત્રીજા દિવસે વાદળછાયા વાતાવ૨ણ મેઘમહે૨ થઈ ૨હી છે.
અમ૨ેલી જિલ્લાના અ૨બ સાગ૨ પાસેના ૨ાજુલા-જાફ૨ાબાદ વિસ્તા૨માં ધોધમા૨ વ૨સાદ વ૨સ્યો હતો અમ૨ેલીમાં પણ ધીમી ધા૨ે વ૨સાદ વ૨સતા ઠંડક પ્રસ૨ી હતી. સમગ્ર ૨ાજયમાં ભા૨ે વ૨સાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત ક૨ી હતી. તે સંદર્ભે અમ૨ેલી જિલ્લામાં દિ૨યાઈ વિસ્તા૨માં પટ્ટીમાં વ૨સાદ વ૨સ્યો છે. અમ૨ેલી જિલ્લામાં વહેલી સવા૨થી જ આકાશમાં છવાયેલા વ૨સાદી વાદળો બપો૨ે વ૨સી પડયા હતા. અમ૨ેલી જાફ૨ાબાદ, ૨ાજુલા તાલુકામાં વ૨સાદ વ૨સ્યો હોવાના વાવડ મળે છે.


Advertisement