ગાંધીનગરમાં યોજાયેલ સત્યાગ્રહરુરામધૂનના કાયૅક્રમમાં ગ્રાન્ટેડ શાળાઅોના પાંચ હજારથી વધુ શિક્ષકો ઉમટી પડયા

25 June 2018 07:03 PM
Rajkot

પગાર, પેન્શન યોજના સહિતના પ્રશ્ર્નો અંગે પગલા નહી લેવાય તો ઉગ્ર અાંદોલનની ચેતવણી

Advertisement

રાજકોટ તા. રપ રાજયની ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઅોના શિક્ષકોના વિવિધ પ્રશ્ર્નો અંગે ગુજરાત રાજય ઉચ્ચતર માઘ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્રારા અાંદોલનના મંડાણ કરવામાં અાવેલ છે. જેમાં ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ સત્યાગ્રહ રુ રામધૂનના કાયૅક્રમમાં રાજકોટ સહિત રાજયભરમાંથી પ૦૦૦થી વધુ માઘ્યમિક, ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષકો અને શિક્ષણ સહાયકો ઉમટી પડયા હતા. અને સરકારી શાળાના શિક્ષણ સહાયકો અને ગ્રાન્ટેડ શાળાઅોના શિક્ષણ સહાયકોના ફિકસ પગાર વધારામાં કરેલ વેતનભેદ દૂર કરવાની માંગણી બુલંદ કરી હતી. અા અંગે ગુજરાત રાજય ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ તથા મહામંત્રી વિજયભાઈ પટેલે જણાવેલ છે કે સરકારી શાળાના સહયકોને નોકરી સળંગ ગણવામાં અાવેલ છે તો ગ્રાન્ટેડ શાળાના સહાયકોની નોકરી સળંગ કેમ નહી? સાતમાં પગારપંચનો અમલમાં ઘણો લાંબો સમય થવા છતાં તેના તફાવતના હપ્તાની જાહેરાત કરવામાં અાવેલ નથી તે તાકીદે જાહેર કરવા અંગે, સભામાં સવાૅનુમતે બુલંદ અવાજે નક્કી કરવામાં અાવ્યું હતું કે અમોને સરકારી કમૅચારી ગણવામાં અાવે. સરકારી શાળાના કમૅચારીઅોને જે લાભ મળે તે તમામ લાભ ગ્રાન્ટેડ શાળાઅોના કમૅચારીઅોને મળવા જાેઈઅે, નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના અમલમાં લાવવી, સીપીઅેફના બદલે જીપીઅેફની યોજના લાવવી તે અંગે અોલ ઈન્ડિયા ટીચસૅ ફેડરેશનના સહયોગથી અાંદોલનાત્મક કાયૅક્રમો અપાશે, જાે માંગણીઅોનો સરકાર તાકીદે ઉકેલ નહી લાવે તો મહામંડળની રાજય કારોબારી બોલાવી અાગળના કાયૅક્રમ ઘડી કાઢવામાં અાવશે.


Advertisement