નરોડા પાટીયા કેસ : ત્રણ દોષિતોને ૧૦ વષૅની જેલસજા કરતી હાઈકોટ

25 June 2018 04:35 PM
Ahmedabad Gujarat
  • નરોડા પાટીયા કેસ : ત્રણ દોષિતોને  ૧૦ વષૅની જેલસજા કરતી હાઈકોટ

નીચલી કોટેૅ નિદોૅષ છોડયા હતા

Advertisement

અમદાવાદ, તા. રપ ગુજરાત હાઈકોટૅ નરોડા પાટીયા કેસમાં ત્રણેય દોષિતને ૧૦ વષૅની કેદની સજા ફટકારી છે. હાઈકોટૅે પી.જે.રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડને ૧૦ વષૅની કેદની સજા અાપી છે. નીચલી કોટૅે નિદોૅષ જાહેર કયાૅ હતા. હાઈકોટેૅ દોષિત ઠેરવ્યા વષૅ ર૦૦રના ગોધરાકાંડ બાદ સજાૅયેલ કોમી રમખાણોમાં અમદાવાદમાં નરોડા પાટીયા કાંડ સજાૅયો હતો. જેમાં ૯૭ લોકોના મોત થયા હતા. અા કેસમાં નીચલી કોટૅના ચુકાદાને હાઈકોટૅમાં પડકારવામાં અાવ્યો હતો. ત્યારબાદ અેપ્રિલમાં હાઈકોટેૅ ૧૪ અારોપીઅોને દોષિત અને ૧૧ને નિદોૅષ જાહેર કયાૅ હતા. જેમાં હાઈકોટૅે ૩ અારોપી ઉમેશ ભરવાડ, રાજકુમાર ચૌમલ અને પી.જે.રાજપૂતને નિદોૅષ દોષિત જાહેર કયાૅ હતા.


Advertisement