ઉમરગામમાં આભ ફાટયુ: 30 કલાકમાં 22 ઈંચ વરસાદ

25 June 2018 04:35 PM
Gujarat
  • ઉમરગામમાં આભ ફાટયુ: 30 કલાકમાં 22 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે ચારે તરફ ધોધમાર દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લાઓમાં મેઘરાજાએ મહેર શરુ કરતા જ તોફાની ચોતરફ પાણી ભરાયા, વલસાડ, વાપી, ઉમરગામ, ધરમપુર, કપરાડા તથા સુરતના તમામ વિસ્તારો, ભરૂચ અને અંકલેશ્ર્વરમાં પણ ભારે વરસાદ

Advertisement

રાજકોટ તા.25
અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સીસ્ટમનાં કારણે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનુ ધમાકેદાર આગમન થઈ ગયું છે અને રાજયના દક્ષિણ ગુજરાતમાં ઉમરગામમાં 30 કલાકમાં જ આભ ફાટયાની સ્થિતિ બની છે અને 12 ઈંચ વરસાદ થતા આ શહેરનું નાર્ગોલ તળાવ ફાટયુ છે. ઉમરગામ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે અને જીલ્લા કલેકટર રાહત બચાવ ટીમ સાથે પહોંચી ગઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જીલ્લામાં આજે સવારે બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકયો હતો. જયારે સુરતમાં પણ સવારથી વરસાદ ચાલુ થયો છે અને અત્યાર સુધીમાં ભારે વરસાદ સાથે પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં શનિવારથી જ મેઘસવારીચાલુ થઈ ગઈ છે અને ઉમરગામ જીલ્લો જળબંબોર જેવી સ્થિતિમાં છે. વલસાડ જીલ્લામાં પણ ભારે વરસાદના કારણે સમગ્ર જીલ્લો પાણી હેઠળ આવી ગયો છે. આજે સવારે વલસાડમાં બપોરે 12 વાગ્યા સુધીમાં આઠ ઈંચ વરસાદ પડયો છે. જયારે પારડીમાં છ ઈંચ, વાપીમાં સાડા છ ઈંચ, તાપી જીલ્લાના દોલવાનમાં છ ઈંચ, સુરતના વિસ્તારોમાં પણ સેન્ટ્રલ સુરતમાં બે ઈંચ, વરાછામાં દોઢ ઈંચ, રાંદેરમાં અઢી ઈંચ, કતાર ગામમાં 1 ઈંચ, ઉધનામાં 13 મી.મી., લીંબાયતમાં 22 મી.મી. વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતનાં લગભગ તમામ જીલ્લાઓમાં મેઘાની સવારી આવી ગઈ છે. વલસાડ અને વાપીમાં ટ્રેન અને વાહનવ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમની સાથે બંગાળના અખાતમાં પણ વધુ એક સીસ્ટમ બનતા આ બંને સીસ્ટમો આગામી ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના ભંડાણ કરી દેશે. વલસાડ પાસે ગરનાણામાં શાળામાંથી પરત આવી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ પુરના પાણીમાં ફસાયા હતા. જો કે અહી ફાયરબ્રિગેડે તુર્ત જ પહોંચીને તમામને સલામત ઉગારી લીધા છે. ભરૂચ-અંકલેશ્ર્વરમાં પણ ભારે વરસાદના અહેવાલ છે અને અહીયા તમામ જીલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને તાપી જીલ્લામાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈથી સક્રીય થયેલું ચોમાસુ દમણ, દાદરાનગર હવેલીમાં પણ સારો વરસાદ લાવી રહ્યું છે. મુંબઈ અને ગુજરાત વચ્ચેના રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળતા તમામ ટ્રેનોધીમી દોડી રહી છે પરંતુ હજુ ટ્રેન વ્યવહાર પર કોઈ મોટી અસર થઈ નથી. આ સમગ્ર વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચિંતન બેઠક વચ્ચે જ રાહત કમિશનને બોલાવીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂર પડયે એનડીઆરએમની સ્થિતિને સુરતમાં તૈનાત કરીને રાહત બચાવ માટે સ્ટેન્ટ ટુ રાખવા જણાવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ સીસ્ટમ ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહી છે. ખાસ કરીને સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આજે રાત્રીથી વરસાદ વધવાની શકયતા છે.

દક્ષિણ ગુજરાત વરસાદ આજ સવારે 8થી12 કલાક

વલસાડ 210 મીમી
પારડી 169 મીમી
વાપી 153 મીમી
દોવગામ 146 મીમી
ઉમરગામ 143 મીમી
ઉમેરપાડા 142 મીમી
ભરૂચ 136 મીમી
ચીખલી 128 મીમી
માંગરોળ-સુરત 110 મીમી
વાઘરેજ (ડાંગ) 109 મીમી
કામરેજ (સુરત) 103 મીમી
ખેરગાવ (નવસારી) 95 મીમી
વાંસડા (નવસારી) 91 મીમી
વાલોલ (તાપી) 81 મીમી
અંકલેશ્ર્વર 80 મીમી
ધરમપુર 57 મીમી
માંડવી 51 મીમી


Advertisement