રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભીમ અગિયારસનાં શુકન સાચવ્યા: ઝાપટાથી માંડી ર-ઇંચ

25 June 2018 03:48 PM
Gujarat
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભીમ અગિયારસનાં શુકન સાચવ્યા: ઝાપટાથી માંડી ર-ઇંચ

આવતા 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી : રાજકોટમાં ગઇકાલે હળવા-ભારે ઝાપટા બાદ આજે સવારથી ધુપ-છાવ વચ્ચે વરસાદી માહોલ: સવારે મહુવામાં-1 ઇંચ વરસ્યો: ગઇકાલે વડીયામાં-2, સોરઠમાં-1 ઇંચ મેઘકૃપા: અમરેલી પંથકમાં પણ બપોરે મેઘરાજાની એન્ટ્રી

Advertisement

રાજકોટ તા.રપ
છેલ્લા કેટલાંક દિવસોથી અસહ્ય બફારામાં પરસેવે ન્હાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર વાસીઓ આતુરતા પુર્વક મેઘકૃપાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે ગઇકાલે અને આજે સવારે સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડતા ભારે ગરમીમાં ત્રસ્ત લોકોએ રાહત અનુભવી હતી. જો કે આજે સવારે ફરી ધુપ-છાંવજ વચ્ચે બફારો અનુભવાયો હતો. દરમ્યાન બપોરે ફરી અમરેલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થયાનાં વાવડ છે. રાજકોટ વાસીઓ કે જેઓ છેલ્લા કેટલાંક દિવસોથી ભારે બફારામાં બફાઇ રહ્યા છે. તેઓને ગઇકાલે સવારમાં થોડી રાહત અનુભવાઇ હતી.
ગઇ સવારમાં 10 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે શહેરમાં હવામાન પલ્ટો આવ્યા બાદ હળવા ભારે ઝાપટા વરસતા રાજ માર્ગો ઉપર પાણી વહી ગયા હતા. નગરજનોએ રાહત અનુભવી હતી. હવામાન કચેરીના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ર4 કલાક દરમ્યાન માબ 0.પ મી.મી. વરસાદ નોંધાયો હતો. દરમ્યાન આજ રોજ સવારમાં શહેરમાં ફરી સુર્ય દેવે દર્શન દીધા હતા. અને બપોરે ધુપ-છાંવ ભર્યા વાતાવરણ વચ્ચે ફરી અસહ્ય બફારો લોકો અનુુભવ્યા હતા. રાજકોટ શહેરમાં આજે બપોરે અઢી વાગ્યે પણ આકાશમાં વાદળો અનુ સુર્યદેવ વચ્ચે સંતા કુકડી રમાતી રહી હતી. શહેરમાં ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે 34.7 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયા બાદ આજરોજ પણ બપોરે ર.30 કલાકે 35.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અને પવનની ઝડપ રર કીમી. પ્રતિ કલાક રહેવા પામી હતી.
ઉપરાંત આજે સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન 29.6 ડીગ્રી નોંધાયું હતું. અને લઘુતમ તાપમાન ર7.7 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 13 કીમી રહેવા પામી હતી.
ગઇકાલે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક સ્થળો એ મેઘરાજાએ ભીમ અગિયારસના શુકન સાચવ્યા હતા. ભાવનગર જીલ્લામાં આજે સવારે 1 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ગઇકાલે જુનાગઢ જીલ્લામાં ઉના, ગીર ગઢડામાં 1 ઇંચ વરસાદ પડયો હતો. અને અન્યત્ર ઝાપટા પડયા હતા. આ ઉપરાંત અમરેલી જીલ્લામાં પણ ઠેર-ઠેર ઝાપટા પડયા હતા. ગઇકાલે વડીયા પંથક બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં સવારે અમી છાંટણા વરસ્યા હતા. રાજકોટ નજીકના કાલાવડ-નિકાવા અને આણંદ પરમાં પણ ગઇકાલે ઝાપટા વરસ્યા હતા.
દરમ્યાન અરબી સમુદ્રમાં મોન્શુન કરંટ શરૂ થતા હવે આવતા ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રમાં મધ્યમ અને દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી-જુનાગઢ પંથકમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે અન્યત્ર છુટો છવાયો વરસાદ થવાની શકયતા છે. ઉ5રાંત દ. ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતા હવામાન કચેરીએ દર્શાવી છે. આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ સાથે બફારો છવાયેલો રહ્યો હતો.

Advertisement