માતારુપિતાઅે સબંધ તોડી નાખતાં ગીતાબેને અેસીડ ગટગટાવી લીધું

18 June 2018 06:33 PM
Rajkot

રૈયાધાર મફતીયાપરામાં શાસ્ત્રી મેદાન પાસે બચુજી ભાટીને બેટથી ફટકાયોૅ

Advertisement

રાજકોટ તા. ૧૮ રૈયાધાર પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં રહેતી પરિણીતાઅે અેસીડ ગટગટાવી લેતાં તેને સારવારમાં ખસેડવામાં અાવી હતી. અા અંગે યુનિવસિૅટી પોલીસ મથકનાં સ્ટાફે અાગળની કાયૅવાહી કરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રૈયાધાર પાણીના ટાંકા પાસે મફતીયાપરામાં રહેતા ગીતાબેન ભરતભાઈ (ઉ.વ. ૪૦) નામની દેવીપૂજક મહિલાઅે અેસીડ ગટગટાવી લીધુ હતું. તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવી હતી. તેના પરિવારજનોની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, ગીતાબેનનાં માતારુપિતા રાધનપૂર રહે છે. તેણે સબંધ તોડી નાખતાં ગીતાને લાગી અાવ્યું હતુ અને અાપઘાતનો પ્રયાસ કયોૅ હતો. ગીતાબેનને પાંચ પુત્રો અને પતિ મજુરીકામ કરે છે.


Advertisement