મહેસાણાના, દલિત અત્યાચાર બાબતે રાજકોટ જિલ્લા કલેકટરને રજુઆત

18 June 2018 06:27 PM
Rajkot
  • મહેસાણાના, દલિત અત્યાચાર બાબતે
રાજકોટ જિલ્લા કલેકટરને રજુઆત

Advertisement

રાજકોટ તા.18
તાજેતરમાં મહેસાણા જિલ્લામાં વિઠલાપુર ગામ ખાતે થયેલા દલિત અત્યાચાર પ્રશ્ર્ને આજરોજ રાજકોટનાં સામાજીક કાર્યકરો નરેન્દ્રભાઇ રાઠોડ, રમેશભાઇ એમ. મુછડીયા અને દલિતોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જેમાં જણાવાયુ હતું કે, મહેસાણાના વિઠલાપુર ગામ મહેશ પરષોતમભાઇ રાઠોડ (ઉ.વ.13)ને અપહરણ કરી જંગલ વિસ્તારમા લઇ જઇ ઢોર માર મારી જ્ઞાતી વિશે અડધુત કરેલ. રજવાડી મોજડી અને ગબામા ચેન કેમ પહેરે છે ક્ષત્રિય જેવો પહેરવેશ કેમ પહેરેલ છે ? તે બાબતને લઇને જાતિ વિશે વિરુઘ્ધ બોલી, અપશબ્દ બોલીને ઢોર માર મારતા હોઇ તેવા ચાર અસામાજીક તત્વોને કાયદાનો ભય ન હોય તેમ મનમાની કરેલ છે.
તો આ તંત્ર તથા સરકાર દલિત વિશે કોઇ કામ ન કરતા હોઇ, માત્ર ફરીયાદ લઇને પછી જામીન મળી જતા હોય તો દલિત સમાજ ઉપર અત્યાચાર વધતા હોઇ તેમ લાગી રહયુ છે તો આવા અસામજિક તત્વોને જામીન ન મળે અને મહેશભાઇ પરષોતમભાઇ રાઠોડને યોગ્ય ન્યાય મળે તેવી દલિત સમાજની લાગણી છે. આવા બનાવ ન બને, દલિત સમાજને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઇ રહી છે તે અમારે ગેરકાનુની કામ કરવું ન પડે માટે તંત્ર તથા સરકાર તેની જવાબદારી સારી રીતે નિભાવે.


Advertisement