દિવ્યાંગોને ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સ આપવા ગુજરાત સરકારનો નિર્ણય

18 June 2018 04:58 PM
Gujarat
  • દિવ્યાંગોને ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાયસન્સ
આપવા ગુજરાત સરકારનો નિર્ણય

Advertisement

ગાંધીનગર તા.18
દિવ્યાંગ વ્યકિતઓ સામાન્ય વ્યકિતઓની જેમ જ અધિકારપૂર્વક અને સન્માનપૂર્વક પોતાનું જીવન જીવે એ માટે રાજય સરકાર ગંભીર છે. દિવ્યાંગ વ્યકિતઓની માલિકીના પ્રથમ વાહનને વાહન વેરામાંથી મુકિત આપવામાં આવી છે. આજ પ્રક્રિયામાં આગળ વધતાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગે દિવ્યાંગ વ્યકિતઓને ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં સરળીકરણ કર્યા બાદ હવે દિવ્યાંગ વ્યકિતઓ જો પરદેશમાં જઇ ત્યાં વાહન ચલાવવા માંગતા હોય તો સામાન્ય વ્યકિતઓની જેમ જ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ કે જેને ટુંકમાં આઇડીપી તરીકે ઓળખવામાં આવે છે, મેળવી શકશે.
ગુજરાતમાં ડ્રાઇવીંગ લાયસન્સ ધરાવનાર દિવ્યાંગ વ્યકિત પણ હવે પરદેશમાં વાહન ચલાવવાનો અધિકાર પ્રાપ્ત કરી શકશે તેવુ વાહન વ્યવહાર વિભાગના મંત્રી આર.સી.ફળદુએ જાહેર કરી છે. ભારતમાં લાયસન્સ ધરાવનાર ભારતનો નાગરીક બીજા દેશમાં પ્રવાસ અર્થે જાય ત્યારે પરદેશની સડકો પર વાહન ચલાવી શકે તે માટે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ જે આરટીઓ કચેરીઓમાંથી મેળવેલ હોય ત્યાંથી ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ મેળવી શકે છે. આ સુવિધા દિવ્યાંગ વ્યકિતઓને મળતી ન હતી. તેથી આ બાબતે કાયદાકીય પ્રબંધોનો અભ્યાસ કરી દિવ્યાંગ વ્યકિતઓને પણ આઇડીપી આપવા તાત્કાલીક પ્રક્રિયા કરવા વાહન વ્યવહાર કમિશ્નર કચેરીને મંજૂરી આપી દેવામાં આવી છે.


Advertisement