રઘુવંશી મેરેજ બ્યુરોનાં ચેરમેન અશોકભાઈ કુંડલીયાનો અાજે જન્મદિવસ: ૬૧માં વષૅમાં મંગલ પ્રવેશ

13 June 2018 06:53 PM
Rajkot
  • રઘુવંશી મેરેજ બ્યુરોનાં ચેરમેન અશોકભાઈ કુંડલીયાનો અાજે જન્મદિવસ: ૬૧માં વષૅમાં મંગલ પ્રવેશ

Advertisement

રાજકોટ તા. ૧૩ સમગ્ર લોહાણા સમાજ માટે ઘણા વષોૅથી નિયમિત દર રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ દરમ્યાન નિ:શુલ્ક કામગીરી કરતી સંસ્થા રઘુકુળ મેરેજ બ્યુરોનાં ચેરમેન અશોકભાઈ અેચ. કુંુડલીયાનો અાજે જન્મદિવસ છે. તેઅો ૬૦ વષૅ પૂણૅ કરી અાજરોજ ૬૧માં વષૅમાં પ્રવેશ કરશે. તેઅો ગઈકાલે જ તા. ૧ર/૦૬/ર૦૧૮ નાં રોજ જીવન કોમશીૅયલ કો.અો. બેંક લી. માં ૪૧ વષૅ ફરજાે બજાવી નિવૃત થયેલ છે. સવેૅ સ્ટાફ તથા મેનેજમેન્ટ સાથે સુમધુર સબંધો ધરાવતા અશોકભાઈ કુંડલીયાઅે ગ્રાહક વગૅમાં પણ લોકચાહના મેળવેલ છે. તેમણે જીવન બેંક સ્ટાફ યુનિયનના પ્રતિનિધિ તરીકે સ્ટાફ તથા મેનેજમેન્ટ વચ્ચે સેતુરૂપ કામગીરી કરેલ છે. તેઅો ગઈકાલે તા. ૧ર/૦૬/ર૦૧૮ ના રોજ જીવન બેંક, રણછોડનગર બ્રાંચનાં મેનેજર તરીકે નિવૃત થયેલ છે. હાલ તેઅો રઘુકુળ મેેરેજ બ્યુરોના ચેરમેન તેમજ રુઘવંશી રોયલ ગ્રુપનાં પે્રસીડેન્ટ છે. તેઅો અગાઉ રાજકોટ લોહાણા મહાજનનાં ૧૬ વષૅ સુધી ટે્રઝરર તથા કારોબારી ઉપપ્રમુખ તરીકે હોદેદાર રહી ચુકેલ છે. તેમના જન્મદિને પરિવારજનો સ્નેહીજનો, જ્ઞાતિજનો તેમજ સહકમૅચારીઅો મો.નં. ૯૮ર૪ર ૧૧૧પર પર શુભેચ્છા મળી રહી છે.


Advertisement