રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અપાશે

13 June 2018 06:51 PM
Rajkot

ધો. 10 અને ધો. 12ના એ-1 અને એ-2 ગ્રેડવાળા માન્ય : બેન્કની દરેક શાખાએથી ફોર્મ વિતરણ શરૂ, અંતિમ તા. 5 જુલાઇ 2018

Advertisement

સામાજીક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર આપવાનું જાહેર કરાયેલું છે. આ અંગે બેન્કના ડિરેકટર અને પ્રોજેક્ટ ચેરમેન હરિભાઇ ડોડિયા જણાવે છે કે, ‘માર્ચ-2018માં લેવાયેલી ધો. 10, ધો. 12ની પરીક્ષામાં બેન્કના સભાસદોનાં સંતાનો કે સભાસદ, જેઓએ એ-1 અને એ-2 ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવશે.
આ માટેનાં નિયત ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. 5 જુલાઇ 2018ને ગુરૂવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર સવારના 11 થી 4નો રહેશે. ફોર્મ પરત બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ., હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, 150 ફુટ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે જ આપવાના રહેશે. શૈક્ષણિક પુરસ્કાર યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનું અથવા માતા કે પિતાનું સભ્યપદ જ માન્ય ગણાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે નજીવા દરે ઉપલબ્ધ શૈક્ષણીક લોન સુવિધાનો લાભ મેળવી સંખ્યાબંધ વિદ્યાર્થી પરિવારજનો ઉચ્ચ અભ્યાસમાં આગળ વધી રહ્યા છે.


Advertisement