ઈન્સ્ટીટયુટ અોફ ડિઝાઈન અેન્ડ ટેકનોલોજીની સૌરાષ્ટ્રની પ્રથમ અેકેડમીનું અભિનેત્રી તન્વી વ્યાસ દ્રારા લોકાપૅણ

13 June 2018 06:50 PM
Rajkot
Advertisement

રાજકોટ તા. ૧૩ ફેશન અને ઈન્ટીરિયર ક્ષેત્રેની વધતી જતી માંગને પહોંચી વળવા અને વિધાથીૅઅો પોતાનું ભાવી સુદ્રઢ બનાવી પગભર બની શકે તે અાશયે સુરતથી પ્રારંભ થયેલ ઈન્સ્ટીટયુટ અોફ ડિઝાઈન અેન્ડ ટેકનોલોજી (અાઈડીટી)ની રાજકોટ શાખાનું અભિનેત્રી અને મીસ ઈન્ડિયા અથૅ તન્વિ વ્યાસ દ્રારા અાઈડીટીના ડિરેકટર અનુપમ ગોયલ તેમજ રાજકોટના સેન્ટર ડિરેકટર રાજેશ અંતાલાની ઉપસ્થિતિમાં લોકાપૅણ કરવામાં અાવ્યું હતું. છેલ્લા ૧૦ વષૅથી કાયૅરત અાઈડીટી અેકેડેમી દ્રારા સૌરાષ્ટ્રમાં તેનંુ પ્રથમ સેન્ટર રાજકોટ ખાતે શરૂ કરાયું છે. અહિં ફેશન અને ઈન્ટીરીયરના શિક્ષણ માટેની તમામ મોડૅન સામગ્રી, વૈજ્ઞાનિક ઢબે ડિઝાઈન કરેલ અત્યાધુનિક લેબ, હાઈટેક કોમ્પ્યુટર લેબ, પ્રોજેકટર સાથેનો અોડિયો વિઝયુઅલ રૂમ, ઉત્તમ લાઈબે્રરી, સીસીટીવિ કેમેરા, વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે સાથે નીફટમાં અભ્યાસ કરી ચૂકેલા અનુભવી અેકસપટૅ ફેકલ્ટી અને નિષ્ણાંતો દ્રારા વિધાથીૅઅોને માગૅદશૅન અપાશે. ર૦૦ થી વધુ વિધાથીૅઅો સમાવી શકાય તેવું સેન્ટર સેન્ટ્રલી અેસી અને અન્ય સુવિધાઅો સાથે કાયૅરત કરાયું છે. અભિનેત્રી અને મીસ ઈન્ડિયા અથૅ તન્વિ વ્યાસ દ્રારા અાઈડીટી ના રાજકોટના સેન્ટરનું લોકાપૅણ કરાયું હતું. ઈન્સ્ટીટયુટ અોફ ડિઝાઈન અેન્ડ ટેકનોલોજી (અાઈડીટી) દ્રારા ત્રણ વષૅના ડિપ્લોમાં કોસૅ ફેશન અને ઈન્ટીરિયર ડિઝાઈનમાં લેવાય છે. જેનું સટીૅફિકેટ સમગ્ર ભારતમાં માન્યતા ધરાવે છે. અા સંસ્થા અાઈઅેસઅો ૯૦૦૦ માન્ય સંસ્થા છે. અાઈડીટી અેકમાત્ર અેવી સંસ્થા છે જે ને ભારત સરકારના મેઈક ઈન ઈન્ડિયા કેમ્પેઈન અંતગૅત વષૅ ર૦૧પરુ૧૬ માં ન્યુયોૅક ફેશન વિકમાં ભાગ લીધો હતો. સુુરતમાં હેડ કવાટૅર ધરાવતી અા સંસ્થાના ભારતભરમાં ૧૦ થી વધુ સેન્ટરો કાયૅરત છે.


Advertisement