જીઅેસટી રીફંડ અને ઈરુવે બીલના પ્રશ્ર્નોની પે્રઝન્ટેશન દ્રારા જાણકારી અાપતા કમિશ્નર

13 June 2018 06:47 PM
Rajkot
  • જીઅેસટી રીફંડ અને ઈરુવે બીલના પ્રશ્ર્નોની  પે્રઝન્ટેશન દ્રારા જાણકારી અાપતા કમિશ્નર

રાજકોટ ચેમ્બર અાયોજીત સેમિનારમાં

Advertisement

રાજકોટ તા. ૧ર રાજકોટ ચેમ્બર અોફ કોમસૅ અેન્ડ ઈન્ડસ્ટ્રી દ્રારા ગુડઝ અને સવિૅસ ટેક્ષ રુ જીઅેસટી માં વેપારરુઉધોગના અટવાયેલ રીફંડ અને ઈરુવે બીલના કારણે સજાૅતી સમસ્યાઅો અંગે યોજવામાં અાવેલ સેમિનારમાં સીજીઅેસટી ના અાસી. કમિશ્નર ડો. અોમપ્રકાશ બીસનોય અે મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારરુઉધોગ પ્રતિનિધિઅોના પ્રશ્ર્નો જાણી માગૅદશૅન અાપેલ હતુ. સેમિનારના પ્રારંભમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ શિવલાલ બારસીયાઅે સ્વાગત પ્રવચન કરતા જીઅેસટીના અાગમન બાદ વેપારરુઉધોગ ખાસ કરી નિકાસકારોની રીફંડ પ્રક્રિયામાં નોંધપાત્ર અેવી રકમ અટવાઈ પડી છે. ત્યારે તેની વેપારરુઉધોગ પર ઘણી વિપરીત અસર થઈ રહી છે. અા બાબત ચેમ્બરના ઘ્યાન પર અાવતા ચેમ્બર તરફથી કેન્દ્ર અને રાજય સરકારના તમામ વિભાગ સમક્ષ સચોટ રજૂઅાતો કરી છે. અને અાજનો સેમિનાર પણ જીઅેસટીમાં અટવાયેલ રીફંડ તુરત રીલીઝ થાય અને ઈરુવે બીલની સમસ્યા હળવી થાય તે ઉદેશથી યોજવામાં અાવ્યો છે. અને સેમિનારમાં હાજરી તે પુરવાર કરે છે. તેમજ સીજીઅેસટી ના અાસી. કમિશ્નર ડો. અોમપ્રકાશ બીસનોય દ્રારા પાવરપોઈન્ટ પે્રઝન્ટેશન દ્રારા જીઅેસટી રીફંડ પ્રક્રિયા શું છે. રીફંડ મેળવવાની પઘ્ધતિ અને કાયૅવાહી કઈ રીતે કરવી તેમજ ઈરુવે બીલની તમામ પ્રોસીઝર સમજાવી વિગતવાર જાણકારી અાપેલ હતી. ઉપસ્થિત નિકાસકારો તરફથી તેઅો દ્રારા કરાયેલ નિકાસની જીઅેસટીના મળવાપાત્ર રીફંડ લાંબા સમયથી મળેલ નથી તે અંગે વિગત સાથે રજૂઅાત કરાતા ઉપસ્થિત અધિકારીઅોઅે રીફંડ અરજી વગેરેમાં જયા કોઈ ભુલરુક્ષતિ જણાવેલ તે અંગે યોગ્ય માગૅદશૅન અાપેલ. અને વહીવટી કાયૅવાહીમાં જાે કોઈ પ્રશ્ર્નો અટવાયેલ હશે તેના તુરત નિકાલ કરવા ખાત્રી અાપેલ હતી. ચેમ્બરના ઉપપ્રમુખ પાથૅભાઈ ગણાત્રાઅે રાજકોટમાંથી નિકાસ મોટા ભાગે મુંદ્રા પોટૅમાંથી થાય છે. તેથી જીઅેસટી રીફંડનો પ્રશ્ર્ન મુદ્રા કસ્ટમ્સ અોફિસને સ્પષૅતો હોવાથી અમોઅે તાજેતરમાં મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નરને રૂબરૂ મળી રજૂઅાત કરેલ અને તેઅોઅે નિકાસકારોને જીઅેસટી રીફંડ મળી જાય તે માટે તુરત યોગ્ય કરવા ખાત્રી અાપી છે. કાયૅક્રમનાં અારંભમાં ઉપસ્થિત સેન્ટ્રલ જીઅેસટીના અાસી. કમિશ્નરશ્રીઅોનું પુષ્પગુચ્છ અપીૅ ચેમ્બરના જાેઈન્ટ સેક્રેટરી ગૌતમભાઈ ધમસાણીયા, ઉપપ્રમુખ પાથૅભાઈ ગણાત્રા, સીનીયર કારોબારી સભ્ય જીતુભાઈ અદાણી, અરૂણભાઈ મશરૂઅે કરેલ હતું.


Advertisement