વાહન લાયસન્સની ફી તા.18 જૂનથી ફરજીયાત ઓનલાઈન ભરવી પડશે

13 June 2018 06:44 PM
India
  • વાહન લાયસન્સની ફી તા.18 જૂનથી ફરજીયાત ઓનલાઈન ભરવી પડશે
  • વાહન લાયસન્સની ફી તા.18 જૂનથી ફરજીયાત ઓનલાઈન ભરવી પડશે

રાજકોટ જિલ્લા આર.ટી.ઓ. તંત્રએ જારી કરેલી યાદી

Advertisement


રાજકોટ તા.13
રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા આગામી તા.18/6થી તમામ પ્રકારનાં વાહનોનાં લાયસન્સ ફીની કામગીરી ઓનલાઈન ક્રી દેવામાં આવનાર છે આ નિર્ણય અંતર્ગત હવે લાયસન્સ ફીનું કેસ પેમેન્ટ તા.18/6થી સ્વિકારવાનું બંધ કરી દેવાશે.
આ અંગેની રાજકોટ જીલ્લા આરટીઓ અધિકારીની એક યાદીમાં જણાવ્યા મુજબ આથી મોટરીંગ પબ્લીકને જણાવવાનું કે વાહન વ્યહાર કમિશ્ર્નર ગાંધીનગરના તા.12/6/18ના પરીપત્ર અન્વયે સારથી-4.0 સોફટવર અંતર્ગત લાયસન્સ અંગેની ફી તા.18થી ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ શરૂ થવાની હોય જેથી લાયસન્સને લગતુ પેન્ડીંગ કામ સત્વરે પુરૂ કરવી લેવા મોટરીંગ પબ્લીકને આથી જણાવવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસો આરટીઓમાં વાહનને લગત રજીસ્ટ્રેશન, ટ્રાન્સફર ફી, ટેક્ષ, પાસીંગ ફી, પરમીટ, જુદા જુદા કેસોનો દંડ સહિતની કામગીરી પણ ક્રમશ: ઓનલાઈન થનાર છે.


Advertisement