મોગલ માતાજી વિશે ફેસબુક પર ઘસાતું લખનાર શખ્સો સામે પગલા ભરવા માંગ

13 June 2018 06:42 PM
Rajkot
  • મોગલ માતાજી વિશે ફેસબુક પર ઘસાતું લખનાર શખ્સો સામે પગલા ભરવા માંગ
  • મોગલ માતાજી વિશે ફેસબુક પર ઘસાતું લખનાર શખ્સો સામે પગલા ભરવા માંગ

ચારણ ગઢવી સમાજનાં આગેવાનોએ જો.પો. કમિશ્ર્નરને આપ્યું આવેદન

Advertisement

રાજકોટ તા.13
ફેસબુક પર પુજનીયમાં મોગલ માતાજી વિશે ઘસાતું લખનાર ત્રણ તત્વોનાં નામ સાથે દોડી ગયેલા ચારણ ગઢવી સમાજનાં આગેવાનોએ જોઈન્ટ પોલીસ કમિશ્ર્નર દીપકકુમાર ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
રોષે ભરાયેલા ચારણ-ગઢવી સમાજનાં મોટી સંખ્યાનાં આગેવાનોએ જો.પો. કમિ.ને જણાવેલ કે આજે હિન્દુ સમાજમાં મોગલ માતાજી સર્વેમાં પુજનીય છે.
ત્યારે મનીષ મંજુલાબેન ભારતીય, રાહુલ તથા સદામ મલિક એમ ત્રણ શખ્સોએ મોગલ માતાજી વિશે અપમાનજનક શબ્દો ફેસબુક ઉપર મુકીને ચારણ-ગઢવી સમાજ સહીત હિન્દુ સમાજની શાંતિમાં પલિતોમાંથી શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો હોવાનું મનાય છે.
ત્યારે આ ત્રણેય શખ્સોને તાકીદે પકડી પાડી ત્રણેય સામે ગુનો નોંધવાની માંગ કરાઈ હતી. આ તકે ચારણ-ગઢવી સમાજનાં લોકોએ જયારે પોલીસતંત્રને ઉપરોક્ત વાતનું આવેદનપત્ર પાઠવ્યું ત્યારે આ વાતનાં ટેકાએ કરણી સેના અને સુર્યસેનાનાં આગેવાનો પણ જોડાયા હતા.


Advertisement