નકલી માલનું ધુમ વેચાણ; ૮૦ ટકા ગ્રાહકો તેનાથી અજાણ

13 June 2018 06:40 PM
India

અોટો પ્રોડકટમાં ર૦ ટકા જયારે અેફઅેમસીજીમાં ૩૦ ટકા નકલી માલનું વેચાણ

Advertisement

નવી દિલ્હી તા. ૧૩ દેશમાં ર૦ ટકા જેટલા માગૅ અકસ્માતો થવાનું કારણ નકલી અોટો પાટૅસ વાપરવાના કારણે થાય છે અા ઉપરાંત અેફઅેમસીજીમાં પણ વેંચાતી ૩૦ ટકા ચીજવસ્તુઅો બનાવટી હોય છે. જયારે ૮૦ ટકા લોકો અેવું માને છે કે તેઅો યોગ્ય ચીજવસ્તુ જ વાપરી રહ્યા છે. અાવુ દાણોચોરી અને નકલી માલ વિરોધી કમીટી દ્રારા અેક રીપોટૅમાં જાહેર કરવામાં અાવ્યું છે. અા ઉપરાંત નકલી માલના વધતા વેપારના પગલે સરકારી અાવકમાં ઘટાડો જાેવા મળે છે. ભારતીય ઉત્પાદનો પર ગેરકાયદેસર માલના વેચાણના કારણે માઠી અસર થઈ રહી હોવાનું અા કમીટી દ્રારા જણાવવામાં અાવ્યું છે. તેમજ ભારતમાં ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા માટે માત્ર લોકોને જાગૃત કરવાની જરૂર નથી પરંતુ કાયદા તથા સુરક્ષા અેજન્સીઅોઅે પણ સતકૅ થવાની જરૂર છે. ગેરકાયદેસર રીતે નકલી માલના વેચાણના કારણે માત્ર ઉત્પાદકોને જ નહી સરકારને, અથૅતંત્રને તથા અાવી ચીજવસ્તુઅોના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. અા કમીટીના રીપોટૅમાં જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર રીતે વેચાતા ઉત્પાદનોને કારણે સરકારને સાત ઉત્પાદન ક્ષેત્રોમાં મળીને રૂ. ૩૯,ર૩૯ કરોડની ખોટ થાય છે. અા ક્ષેત્રોમાં સૌથી વધોર નુકશાની થતી હોય તેમાં તમાકુના ઉત્પાદનોમાં રૂ. ૯,૧૩૯ કરોડની ખોટ જયારે મોબાઈલ ફોનના કારણે રૂ. ૬,૭૦પ કરોડ તથા બેવરેજીસમાં રૂ. ૬,૩૦૯ કરોડની ખોટ થાય છે અેવું પણ રીપોટૅમાં જણાવાયું છે.


Advertisement