ગેરરીતિના ઢોલ પીટવા નાફેડના ચેરમેન અેકાઅેક કેમ પ્રગટ થયા ? ખરીદી વખતે કેમ કયારેય ન દેખાયા ?

13 June 2018 06:38 PM
Gujarat
  • ગેરરીતિના ઢોલ પીટવા નાફેડના ચેરમેન અેકાઅેક  કેમ પ્રગટ થયા ? ખરીદી વખતે કેમ કયારેય ન દેખાયા ?

નાફેડના ચેરમેન સામે કૃષિમંત્રી ફળદુનો વળતો પ્રહાર કૌભાંડ વિશે સરકારને કયારેય કાંઈ કહયું નથી : પોતાને બચાવવા ગુજરાત સરકાર પર દોષ ઢોળવાનો પ્રયાસ : ફળદુ

Advertisement

ગાંધીનગર, તા. ૧૩ ટેકાના ભાવે ખરીદાયેલી સરકારી મગફળીનો કરોડો રૂપિયાનો સ્ટોક અાગમાં ખાક થવા તથા ગોદામોની મગફળીમાં માટીરુધૂળ હોવાના બહાર અાવેલા બનાવોથી સરકારી ખરીદીમાં કૌભાંડ હોવાના નાફેડ ચેરમેન વાઘજીભાઈ બોડાના ધડાકા પછી ખુદ રાજયના કૃષિપ્રધાન અાર.સી.ફળદુ બચાવમાં અાવ્યા છે. અને નાફેડ સામે સીધુ નિશાન તાકયુ છે. કૃષિમંત્રી અાર.સી.ફળદુઅે પત્રકારોને કહયું કે નાફેડ ખાડે ગયેલી સંસ્થા છે. મગફળીની ખરીદી કરનાર નાફેડના ચેરમેન છેલ્લા સાતરુઅાઠ મહિનાથી ડોકાયા નહતા અને હવે કૌભાંડના અાક્ષેપ સાથે અેકાઅેક પ્રગટ થઈને ગેરરીતિ ઢોલ પીટવા લાગ્યા છે તે બાબત જ ઘણી શંકાજનક છે. તેઅોઅે કહયું કે સરકારી મગફળીમાં અાગની ઘટનાઅો અંગે સીઅાઈડીની તપાસ ચાલુ છે અને તેમાં નાફેડની પણ તપાસ થવી જોઈઅે તેવો સૂર દશાૅવ્યો હતો. અબજો રૂપિયાની મગફળીની ખરીદી કરનાર નાફેડના વડા તરીકે તેઅોઅે યોગ્ય જવાબદારી નહી નિભાયાનો અને ગેરરીતિ વિશે કયારેય રાજય સરકારનું ઘ્યાન દોયુૅ ન હોવાનું કહયું હતું. તેમણે કહયું કે નાફેડના ચેરમેન પોતાની ચામડી બચાવવા રાજય સરકાર પર દોષ ઢોળવાનો પ્રયાસ કરી રહયા છે પરંતુ ખેડુત નેતા તરીકે તે શોભતું નથી. નાફેડના ચેરમેન તરીકે અારોપ મુકતા પૂવેૅ ગરીમા જાળવવી જોઈઅે.


Advertisement