નકવીઅે નવો ચિલો પાડયો : ફકત મુસ્લિમ મહિલાઅો માટે ઈફતાર પાટીૅ

13 June 2018 06:19 PM
India
  • નકવીઅે નવો ચિલો પાડયો : ફકત મુસ્લિમ મહિલાઅો માટે ઈફતાર પાટીૅ

Advertisement

નવી દિલ્હી, તા. ૧૩ ભારતીય જનતા પક્ષ અને અારઅેસઅેસ કોઈ ઈફતાર પાટીૅ યોજશે નહી તેવા વલણ બાદ કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી મુફતાર અબ્બાસ નકવીઅે હવે અાજે મુસ્લિમ મહિલાઅો માટે ખાઈ ઈફતાર પાટીૅ યોજી છે. અાજે યોજાયેલી પાટીૅમાં ખાસ કરીને અેવા મુસ્લિમ મહિલાઅોને અામંત્રણ અપાયું છે જેઅો ત્રિપલ તલાકનોભોગ બન્યા છે. અગાઉ નકવીઅે અેવું કહયું હતું કે રાજકીય કારણોસર અા પ્રકારની પાટીૅ યોજાવી જોઈઅે નહી. તેઅોઅે જોકે ભાજપના મોવડી મંડળ પાસેથી મંજુરી લઈને જ અા પ્રકારની પાટીૅ યોજી છે અને તે પણ મુસ્લિમ મહિલાઅો માટે યોજતા નવો પ્રશ્ર્ન ઉભો થયો છે. નકવીઅે કહયું કે મોદી સરકારે મુસ્લિમ મહિલાઅો માટે ઘણુ કયુૅ છે અને તેથી તેમના પ્રત્યે અા અેક શુભેચ્છાભરી પહેલ છે.


Advertisement