વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષી શિક્ષણમંત્રીએ વિડીયો કોન્ફરન્સ સંબોધી

13 June 2018 06:15 PM
Gujarat

તમામ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી લક્ષ્યાંકોની વિગતવાર ચર્ચા

Advertisement

ગાંધીનગર તા.13
આગામી 21 જૂનના રોજ ચોથા વિશ્ર્વયોગ દિવસની ઉજવણીના આયોજનની સમીક્ષા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે બપોરે 3.00 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 સચિવાલય ખાતે આવેલા તાપી હોલમાં એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં તમામ જીલ્લાના કલેકટર, મ્યુનીસીપલ કમિશ્ર્નર, જીલ્લા વિકાસ અધિકારી તથા તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર સહીત જીલ્લા શિક્ષણ અધિકારીઓને તેમણે સંબોધ્યા હતા.
આ વિડીયો કોન્ફરન્સ દ્વારા યોગ નિદર્શન સ્થળો, નોડલ અધિકારી, માસ્ટર ટ્રેઈનર, સ્વૈચ્છીક સંસ્થાઓની સંખ્યા તથા અપેક્ષિત સંખ્યા તથા લક્ષ્યાંકો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


Advertisement