જુલાઈ તથા ઓગષ્ટમાં ફરી બેન્ક હડતાળની તૈયારી

13 June 2018 04:45 PM
India
  • જુલાઈ તથા ઓગષ્ટમાં ફરી બેન્ક હડતાળની તૈયારી

બેન્કોના વિલીનીકરણનો વિરોધ અને પગારવધારા સહિતની માંગણીઓ આગળ ધરશે

Advertisement

ચેન્નઈ તા.13
દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ ફરી એક વખત હડતાળ પર જાય તેવી શકયતા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા ગઈકાલે જાહેર કરાયુ છે કે બેંકોના વિલીનીકરણ તથા પગારવધારા સહિતની અમારી માંગણીઓના સંદર્ભમાં અમોએ તા.30 અને 31 મેના રોજ બે દિવસની હડતાળ પાડી હતી. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ગઈકાલે ચેન્નઈમાં બેન્કોના નવ યુનીયનની એક બેઠકમાં હવે લડત વધુ આકરી બનાવવા જુલાઈ અને ઓગષ્ટમાં હડતાળ પર જવા અને જરૂર પડે તો અચોકકસ મુદતની હડતાળ પર
ઉતરવાની ચેતવણી આપી છે. બેન્ક યુનીયને જાહેર કર્યુ છે કે જેઓ બેન્કના પૈસાનો ભ્રષ્ટાચાર કર્યો છે તેઓને ચોકકસપણે સજા જરૂરી છે. પરંતુ બેન્કોનું વિલીનીકરણ એ તેનો ઉપાય નથી.


Advertisement