ભાજપ હવે મતદાતા સંપર્ક અભિયાન છેડશે: 1.80 કરોડ નવા વોટર્સને ટાર્ગેટ કરશે

13 June 2018 04:33 PM
India
  • ભાજપ હવે મતદાતા સંપર્ક અભિયાન છેડશે: 1.80 કરોડ નવા વોટર્સને ટાર્ગેટ કરશે

દેશભરમાં યુવા ભાજપને જવાબદારી આપવા તૈયારી

Advertisement

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે દેશના મતક્ષેત્રોમાં 1.5 કરોડ નવા ફસ્ટ ટાઈમ વોટર્સની યાદી અલગ કરીને આગામી દિવસોમાં તેને ટાર્ગેટ બનાવવા તૈયારી કરી છે. પક્ષે આ માટે બૂથ સ્તરની જ નવા વોટર્સનો સંપર્ક કરી તેઓને મતદાન સુધી સતત સંપર્કમાં રાખવાની તૈયારી કરી છે. ઉપરાંત પક્ષ બીજા તબકકામાં 2014 થી 2018 સુધીમાં જે 18થી25 વર્ષના 7.50 કરોડ મતદારો છે. તેઓનો સંપર્ક કરવાની તૈયારી કરી છે. આ એક વિસ્તૃત રણનીતિ છે જેની જવાબદારી યુવા ભાજપને સોંપાશે. ભાજપે આગામી છ માસમાંજ દેશભરના મતદારો સુધી પહોચવાની તૈયારી કરી છે જેથી ચૂંટણી સમયે પક્ષને વધુ સરળતા રહેશે.
આવતીકાલથી હરીયાણાના સુરજકુંડમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનની એક મહત્વની બેઠક શરુ થઈ રહી છે જેમાં પક્ષના પ્રમુખ અમીત શાહ ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી રામલાલ અને સંઘના રાષ્ટ્રીય મહામંત્રી ભૈયાજી જોષી સહીતના ટોચના નેતાઓ તથા દરેક રાજયના ભાજપ સંગઠનના મહામંત્રી હાજર રહેશે અને તેમાં આગામી છ માસ હવે સંગઠનને ચૂંટણીલક્ષી તૈયારીમાં કઈ રીતે લઈ જવુ તેની ચર્ચા થશે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ખેડુતો અને નાના વર્ગની સમસ્યાઓ વકરી રહી છે તે જોતા ભાજપે હવે તે બાજુ વધુ ધ્યાન આપવાની જરૂર હોવાનું મંતવ્ય વ્યક્ત થયુ છે.


Advertisement