કેજરીવાલના લેફ. ગવર્નર વેઈટીંગ રૂમ ધરણા ત્રીજા દિવસમાં: હવે ‘ઉપવાસ’નું શસ્ત્ર

13 June 2018 04:32 PM
India
  • કેજરીવાલના લેફ. ગવર્નર વેઈટીંગ રૂમ ધરણા ત્રીજા દિવસમાં: હવે ‘ઉપવાસ’નું શસ્ત્ર

રાજયના આરોગ્યમંત્રીએ અચોકકસ મુદતના ઉપવાસ શરૂ કર્યા: આપના હજારો કાર્યકર્તાઓની રાજભવન ભણી કૂચ

Advertisement

નવી દિલ્હી: પાટનગરમાં આઈએએસ સહીતના અધિકારીઓ શાસન ચલાવવામાં સહયોગ આપતા નથી તેવી ફરિયાદ સાથે છેલ્લા 48 કલાકથી લેફ. ગવર્નરની ઓફીસના વેઈટીંગ રૂમમાં ‘ધરણા’ કરી રહેલા રાજયના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને તેના સાથીદારોના કારણે આજે ત્રિજા દિવસમાં પહોંચ્યા છે. શ્રી કેજરીવાલે લફ. ગવર્નર પણ સરકાર સંચાલનમાં સહયોગ આપી નહી રહ્યા હોવાનો આરોપ મુકયો હતો તો બીજી તરફ આજે આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ રાજભવન ખાતે કૂચ કરી જશે તેવી જાહેરાતથી પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે તો કેજરીવાલે હવે ઉપવાસ શરૂ કરી દેતા તનાવ વધી ગયા છે. તેઓનો આક્ષેપ છે કે રાજયના આઈએએસ અધિકારીઓ ચાર માસની હડતાલ જેવી સ્થિતિમાં છે તેઓ કોઈ ફાઈલ આગળ વધારતા નથી અને મોદી સરકાર જ આ માટે જવાબદાર છે. જેના ઈશારે ઉપરાજયપાલ ચાલે છે.


Advertisement