જિલ્લાના આરએનટીસીપી ના કરારબધ્ધ કર્મચારીઓ માસ સી.એલ. ઉપર

13 June 2018 03:52 PM
Jamnagar

સત્ય સચિવ ટીબી પ્રોગ્રામ ગાંધીનગર દ્વારા ડીવાઇડ એન્ડ રૂલની નિતી અપનાવી હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓમાં આક્રોશ: કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

Advertisement

જામનગર તા.13 :
તાજેતરમાં મહેનતાણા વધારા મુદ્દે ગુજરાત આર.એન.ટી.સી.પી. કરારબધ્ધ વધારા મુદ્દે ગુજરાત આર.એન.ટી.સી.પી. કરારબધ્ધ કર્મચારી સંઘ દ્વારા વિવિધ સ્તરે ઉચિત સમયમર્યાદામાં રૂબરૂ રજુઆતો કર્યા બાદ અને પેન-ડાઉન સ્ટ્રાઇક કર્યા બાદ પણ સભ્ય સચિવ સ્ટે. હે.સો. ટીબી પ્રોગ્રામ દ્વારા સંઘ સાથે લેખિત પરામર્શ ન સાધી પુન: ન્યાયીક જાહેરાત-કાર્યવાહી કરવામાં ન આવતા કર્મચારીઓ ત્રણ દિવસ સુધીની માસ સી.એલ. ઉપર ઉતરી રહ્યા છે તેમ જણાવી કલેકટરને આવેદનપત્રમાં જણાવ્યું હતું.
તાજેતરમાં જામનગર જિલ્લાના તમામ આર.એન.ટી.સી.પી. કરારબધ્ધ કર્મચારીઓ દ્વારા પગાર વધારા અન્વયે પ્રવર્તતી વિસંગતતાઓ અને અન્યાય બાબતે લગત વિભાગને જાણ કરી પેન-ડાઉન સ્ટ્રાઇક ઉપર ઉતરી ગયા હતાં જે અંગેની સભ્ય સચિવ સ્ટે. હે.સો.ટીબી પ્રોગ્રામ ગાંધીનગરને જાણ હોવા છતાં સંઘ સાથે લેખિત પરામર્શ ન કરી પુન: ન્યાયીક જાહેરાત-કાર્યવાહી ન કરવામાં આવી હોઇ, તેમજ જિલ્લા વાઇઝ કેડરોમાંથી મંતવ્યો લેવાના આદેશ કરી, ડીવાઇડ એન્ડ રૂલની નિતી અપનાવી હોય તમામ સંઘ સભ્યો કર્મચારીઓમાં અસંતોષ-આક્રોશ વ્યાપી ગયો છે.
જિલ્લાના તમામ કરારબધ્ધ કર્મચારીઓ તા. 12 થી 14 સુધી ત્રણ દિવસ સુધી સુચિત માસ સી.એલ. ઉપર ઉતરી ગયા છે. તેવું જણાવી કલેકટરને જામનગર જિલ્લાના તમામ આર.એન.ટી.સી.પી. કરારબધ્ધ કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે કલેકટર હાજર ન હોય સેવા સદનના અધિકારી પરિક્ષીત પરમારે આવેદનપત્ર સ્વીકાર્યું હતું.


Advertisement