પુરૂષોતમજી મંદિરે તુલસી વિવાહ યોજાયો

13 June 2018 03:52 PM
Jamnagar
  • પુરૂષોતમજી મંદિરે તુલસી વિવાહ યોજાયો

Advertisement

જામનગર તા.13: જામનગરમાં ચૌહાણફળી વિસ્તારમાં આવેલ ખવાસ જ્ઞાતિ સંચાલિત ભગવાન શ્રી પુરૂષોતમ મંદિર ખાતે થઇ રહેલી પુરૂષોતમ માસની ઉજવણી રૂપે તુલસી વિવાહનો પ્રસંગ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. ક્ધયાદાન સંદીપ હેમંતભાઈ સીસોદીયા અને તેમના પત્ની ભાવિકા બેન દ્વારા કરવામાં આવ્યું હતું. વર પક્ષે જાનૈયા તરીકે ચૌહાણ ફળી જ્ઞાતિના સભ્યો અને સખીમંડળ, ગોપી મંડળ, રાધા મંડળના બહેનો જોડાયા હતા. ભગવાનની જાન વાજતે-ગાજતે પુરૂષોતમ મંદિરેથી પ્રસ્થાન થઇ હતી અને આસપાસના વિસ્તારોમાં ફરીને પરત મંદિરે આવી હતી. આ પછી પરંપરાગત રીતે તુલસી વિવાહનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ આકાશભાઈ બારડ, કેતન ઝાલા, પરેશ બારડ, રામણિક બારડ, મનીષ સીસોદીયા, જતીન પઢીયાર, વિપુલ ચુડાસમા, પ્રદીપ બારડ, રણવીર ચાવડા, દિનેશ ભાઈ ચાવડા, સુનિલ રાઠોડ, ગુણવંત સોઢા, સંજય ચૌહાણ, કિશન ચૌહાણ, દિપક બારડ, કલ્પેશ ભટ્ટી, કલ્પેશ બારડ, અશોક ચૌહાણ, વિમલ ફલ, કમલ મકવાણા, વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Advertisement