પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી રાજકોટ આરઆરસેલ

13 June 2018 03:51 PM
Jamnagar Crime
Advertisement

જામનગર તા.13
જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા રહેલ આરોપીઓને પકડી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન. પટેલ દ્વારા આર.આર.સેલ રાજકોટના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ. પટેલને સુચના કરેલ હોય જે સુચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ સ્ટાફના પો.હેડ. કોન્સ. રઘુવિરસિંહ પરમાર તથા પો.કોન્સ. ચંદ્રવિજયસિંહ ઝાલા, સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.હેડ. કોન્સ. રઘુવિરસિંહ પરમાર તથા પો.હેડ. કોન્સ. ચન્દ્રવિજયસિંહ ઝાલાને બાતમી મળેલ કે જામનગર જિલ્લાના લાલપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.85/2017 પ્રોહી કલબ 65-ઇ, 116(બી), 81, 98(2) મુજબના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી ફરાર આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે નયલો પ્રવિણસિંહ ચુડાસમા રહે. ખાવડી ગામ તા.જિ. જામનગર વાળો જામનગર શરૂસેકશન રોડ સત્યમ હોટલ પાસે ઉભો છે તેવી ચોકકસ બાતમીના આધારે સદરહુ જગ્યાએ થી ઉપરોકત આરોપી મળી આવતા તેને તા.12-6-2018 કલાક 19-00 વાગ્યે પકડી પાડી ધોરણસર અટક કરેલ છે.
ઉપરોકત કામગીરી આર.આર.સેલ રાજકોટના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ સ્ટાફના પો.હેડ. કોન્સ. રઘુવીરસિંહ પરમાર પો.હેડ. કોન્સ. ચંદ્રવિજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.


Advertisement