ડેબીટકાર્ડ પેમેન્ટના ચાર્જીસમાં ઘટાડો કરતું ‘વિસા’ નેટવર્ક

13 June 2018 03:06 PM
India
  • ડેબીટકાર્ડ પેમેન્ટના ચાર્જીસમાં ઘટાડો કરતું ‘વિસા’ નેટવર્ક

રૂા.2000થી ઓછી રકમના ટ્રાન્ઝેકશનમાં વધુ લાભ

Advertisement

બેંગાલુરુ તા.13
દેશમાં મોટા કાર્ડ પેમેન્ટ નેટવર્ક વિલાએ ડેબીટ કાર્ડ ટ્રાન્ઝેકશન પરના ચાર્જ ઘટાડયા છે. આ કારણે વધુ નાના વેપારીઓ અને ગ્રાહકો વિસા ડેબીટકાર્ડનો ઉપયોગ કરતા થશે તો ભારતના ડીજીટલ પેમેન્ટમાં નોંધપાત્ર વધારો થશે.
મેમ્બર બેંકસને આપેલા સકર્યુલરમાં વિસાએ જણાવ્યું છે કે તે ડેબીટકાર્ડ ટ્રાન્ઝેકશનનો ખર્ચ 95% સુધી ઘટાડી રહી છે. રૂા.2000થી નીચેના ટ્રાન્ઝેકશનમાં ચાર્જીસનો ઘટાડો સૌથી વધુ છે.
વિસાના પ્રવકતાએ જણાવ્યું હતું કે ક્ધઝયુમર અને મર્ચન્ટ બન્ને કેટેગરીમાં તેણે ડેટા પ્રોસેસીંગ ફીમાં ઘટાડો કરી ડિજીટલ પેમેન્ટના ઉપયોગને વેગ આપવાની નેમ રાખી છે. આ કારણે ગ્રાહકોમાં ડેબીટ કાર્ડ પેમેન્ટનો સ્વીકાર વધશે અને ડીજીટલ ઈન્ડીયા કાર્યક્રમ માટે ડિજીટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તારવા તરફ ગ્રાહકના વલણને બદલવામાં પણ મદદ મળશે.
કાર્ડ ટ્રાન્ઝેકશનની સંખ્યાની દ્દષ્ટિએ વિસા 40% બજાર હિસ્સો ધરાવે છે.
ભારતમાં ઉપયોગમાં લેવાતા કાર્ડમાં ડેબીટકાર્ડનું પ્રમાણ 96% છે, પણ મૂલ્યની દ્દષ્ટિએ ડેબીટકાર્ડ કાર્ડ પેમેન્ટનો 51% હિસ્સો ધરાવે છે, પરંતુ એ સામે માત્ર રૂા.7 કરોડ ક્રેડીટકાર્ડ છે, જયારે દેશમાં ડેબીટકાર્ડની સંખ્યા 86.1 કરોડ છે.
1 જુલાઈથી કાર્ડ ઈસ્યુઈંગ બેંકને લાગુ પડતા વિસા ચાર્જીસ રૂા.2000થી નીચેના ટ્રાન્ઝેકશનમાં 15 પૈસા ઘટશે અને વધુ રકમના ટ્રાન્ઝેકશન માટેના ચાર્જીસ રૂા.1.5 રહેશે. હાલમાં ટ્રાન્ઝેકશન માટે રૂા.2.99નો એકસરખો દર છે.
મર્ચન્ટ એકવાયરીંગ બેંકસ માટે પેમેન્ટ નેટવર્કે રૂા.2000 સુધીના ટ્રાન્ઝેકશન માટેના 45 પૈસાથી ઘટાડી 15 પૈસા કર્યા છે.


Advertisement