તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 10 સહીત 12 વિપક્ષી સભ્યો ભાજપમાં: જબરો રાજકીય ખેલ

13 June 2018 03:04 PM
Rajkot

કોંગ્રેસ ‘તોડફોડ’ની તૈયારીમાં હતી, ગંધ આવી જતા ભાજપે વ્હેલો ખેલ નાખી દીધો રાજકોટ તાલુકા પંચાયત નવા સુકાનીઓની ચૂંટણી પુર્વે જ ‘સમરસ’

Advertisement

રાજકોટ તા.13
રાજયભરમાં પંચાયતોના સુકાનીઓની ચૂંટણી પુર્વે કોંગ્રેસ શાસીત પંચાયતો તોડવાની ભાજપની રણનીતિ આગળ ધપતી હોય તેમ રાજકોટ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના તમામ 10 ચૂંટાયેલા સભ્યોએ સામુહિક રીતે ભાજપનો એમ ધારણ કરી લીધો છે. આ ઘટનાથી કોંગ્રેસ કેમ્પમાં દોડધામ છે અને નેતાગીરીને રીપોર્ટ કરવામાં આવ્યો છે.
તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 10 તથા બે અપક્ષ સહીત 12 સભ્યો ભાજપમાં જોડાઈ જતા આખી તાલુકા પંચાયત ભાજપના સભ્યોની બની છે. તાલુકાના શક્તિશાળી નેતા અને સરકારી આગેવાન હરદેવસિંહ જાડેજાના વડપણ હેઠળ તમામે ભગવો ખેસ ધારણ કર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપ તથા વિપક્ષી સભ્યો સરખા હતા. સમજુતીપુર્વક ભાજપના પ્રમુખ નકકી થયા હતા. હવે 20મીએ નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી છે તે પુર્વે જ ભાજપે ખેલ પાડી દીધો છે.
સૂત્રોએ એમ કહ્યું કે તાલુકા પંચાયતમાં તોડફોડ કરવા કોંગ્રેસે તૈયારી શરૂ કરી હતી તેની ગંધ આવી જતા વ્હેલો ખેલ પાડી દીધો હતો. જીલ્લા કોંગ્રેસનો આ પુર્વે રાજકોટ ડેરીમાં પણ ખેલ સફળ થયો ન હતો.
રાજકોટ તાલુકા પંચાયતના કોંગ્રેસના તમામ 10 સભ્યો અને 2 અપક્ષ સભ્યો સહીત કુલ 12 સભ્યો સાથે કોંગ્રેસના અસંખ્ય સમર્થકો ભાજપામાં જોડાતા કોંગ્રેસમાં ભૂકંપનો આંચકો સર્જાયો અને રાજકોટ તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત બની. આજરોજ રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપા પ્રમુખ શ્રી ડી.કે.સખીયા, મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ નીતિનભાઈ ઢાંકેચા, શ્રી પરસોતમભાઈ સાવલીયા, જીલ્લા આગેવાનશ્રીઓ ગૌતમભાઈ કાનગડ, જીવરાજભાઈ રાદડીયા, રાજકોટ તાલુકા ભાજપ પમુખશ્રી વલ્લભભાઈ સેખલીયા સહીતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ તાલુકા પંચાયત કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન અને માર્કેટીંગ યાર્ડના વા.ચેરમેનશ્રી હરદેવસિંહ જાડેજાના નેતૃત્વમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના 10 અને 2 અપક્ષ સભ્યો તેમજ કોંગ્રેસના અસંખ્ય સમર્થકો સર્વશ્રી શિવલાલભાઈ પીપળીયા, શ્રી વલ્લભભાઈ ગંગાણી, શ્રી મેરામભાઈ જળુ, શ્રી કાનાભાઈ બારૈયા, દામજીભાઈ ડાભી, કૃષ્ણસિંહ જાડેજા,ખોડાભાઈ સોલંકી, ભરતભાઈ ગોહીલ, વિજયભાઈ અજાણી, જીતુભાઈ રાઠોડ- બ.સ.પા., બાબુભાઈ કુમારખાણીયા- અપક્ષને ભાજપના ઉપરોક્ત હોદેદારો તેમજ ધારાસભ્યશ્રીના હસ્તે કેસરીયા ખેસ પહેરીને ભાજપામાં વિધિવત જોડાયા હતા.
શ્રી સખીયા તથા શ્રી મેતાએ કોંગ્રેસના આગેવાનોને આવકારતા જણાવ્યું હતું કે, હાલ ભાજપના 12 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં જોડાતા તાલુકા પંચાયત ભાજપના 24 સભ્યો સાથે તાલુકા પંચાયત સમરસ બનતા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી અને સર્વ હોદેદારોની પુરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


Advertisement