સ્માર્ટફોન નોટીફીકેશન તમારા મગજમાં ઉભો કરે છે કેમિકલ લોચો

13 June 2018 02:47 PM
India
  • સ્માર્ટફોન નોટીફીકેશન તમારા મગજમાં ઉભો કરે છે કેમિકલ લોચો
  • સ્માર્ટફોન નોટીફીકેશન તમારા મગજમાં ઉભો કરે છે કેમિકલ લોચો

સ્માર્ટફોનથી આપણું રોબજરોજનું કામકાજ સરળ બન્યાનું આપણને લાગે છે. એમાં પુરી સચ્ચાઈ છે પરંતુ દરેક બાબતમાં બને છે એમા સ્માર્ટફોનનું વળગણ આરોગ્ય અને માનસિક શક્તિ માટે નુકશાનકારક પણ છે, અગાઉની પેઢીની જેમ હવે કેટલાય માણસોના નંબર યાદ રહેતા નથી, અને સારા સરવાળા, બાદબાકી અને ગુણાકાર થઈ શકતા નથી, કેમકે કોન્ટેકટ લિસ્ટ અને કેલકયુલેટર હાજર છે.

Advertisement

સ્માર્ટફોનનો હેતુ કામકાજ સરળ બનાવવાનો છે. વાતચીત, મેસેજીંગ, ફોટો-શેરીંગ અને અનેક એપ્સના માધ્યમથી નાણા-બિલની ચૂકવણી, મનોરંજન અને માહિતી સઘળું આંગળીના ટેરવે, અલબત, એ માટે ઈન્ટરનેટ જોઈએ. સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓને એક વાત સતત પજવે છે. ફોન નોટીફીકેશન આવે ત્યારે આપણી વિચારપ્રક્રિયા ખોરવાઈ જાય છે. એને ‘સ્વિચ કોસ્ટ’ કહેવામાં આવે છે. આ તે વળી શી બાબત છેતે વિસ્તારથી સમજવું જોઈએ.
વિજ્ઞાનીઓને પાકો વિશ્ર્વાસ છે કે સ્માર્ટફોનનો ઉપયોગ લત-વ્યસન બની શકે છે. જયારે તમારી સ્ક્રિન બ્લિન્ક કરે માટે ત્યારે કોણ સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું છે અથવા કયા મીડીયા સંગઠને તમને બ્રેકીંગ ન્યુઝ મોકલ્યા છે તે જાણવાની તાલાવેલી રોકવી મુશ્કેલ છે. આપણા ફોનમાં મેસેજીના મારા સતત ચાલતા રહે છે, તેથી એના વિના જીવન કલ્પવું મુશ્કેલ છે. પરંતુ વધતા વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે આવું કરવું નુકશાનકારક છે.
તમને સતત જાણ કરવામાં આવી રહી છે તે બાબતે સતત જાગૃતિથી તમે હાઈ એલર્ટ પર મુકાઈ જાય છે. જયારે આપણને મેસેજ મળે ત્યારે આપણે જવાબ આપવા ઉતાવળા બની જઈએ છીએ. તમારા શરીરમાંથી સ્ટ્રેસ હોર્મોન્સ છૂટવા લાગે છે. તેથી જાણે જીવન બચાહવવા લડવા અથવા ખુંખાર પ્રાણીથી બચવા કામ કરવાની જેમ તમે તૈયાર થઈ જાવ છો. વાસ્તવમાં તમે ફોન ઉપાડવા મજબૂર થાવ છો. રેડીયોલોજીકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાની વાર્ષિક સભામાં રજુ થયેલા અભ્યાસ મુજબ સ્માર્ટફોનમાં એલર્ટ દ્વારા કરાતો વિક્ષેપ તમારી બ્રેઈન કેમીસ્ટ્રીને પણ એલર્ટ કરે છે. તમારો ફોન દિવસભર ઝળકયા કરતો હોવાથી તમારા મગજમાં એક પેટર્ન બની જાય છે, વિજ્ઞાનીઓ એને સ્વિમીંગ કોસ્ટ કરે છે.
એ કેવી રીતે કામ કરે છે
નોટીફીકેશનની જેમ જયારે વિક્ષેપ થાય છે ત્યારે આપણું ધ્યાન કામમાંથી રહી જાય છે, અને પછી કામ તરફ વધે છે. સમયના બગાડ અને તે કરતાં પણ વધુ તમારી દિમાગી શક્તિને એથી માઠી અસર થાય છે. કિલવલેન્ડ કિલનિક ખાતેના મનોવિજ્ઞાની સ્કોટ બી કહે છે. આવો વિક્ષેપ આપણા મગજની કાર્યદક્ષતાને 40% અસર કરે છે. આપણું ધ્યાન કામમાંથી હટી જાય છે, અને ફરી આપણે કામ પર કેન્દ્રીત કરવું પડે છે.
અભ્યાસ માટે સંશોધકોની ટીમે 19 યુવાનોની ભરતી કરી હતી અને એમની સરેરાશ ઉમર 15.5 હતી. આ તમામને સ્માર્ટફોનના વ્યસની ઠરાવવામાં આવ્યા હતા. એમના પર એમની જ વયના અને લિંગના લોકોનું કંટ્રોલ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. સ્માર્ટફોનની લત લાગી હોય તેવા જૂથને 9 સપ્તાહની કોગ્નીટીવ બિહેબરલ થેરપી આપવામાં આવી હતી. ગોમિંગની લત લાગી હોય તેમને અપાતી સારવાર પદ્ધતિમાં થોડો સુધારો કરી આવી પેરવી વિકસાવવામાં આવી હતી.
તેમને તેમની લતની તીવ્રતા વિષે સવાલો કરવામાં આવ્યા હતા અને એથી તેમની રાબેતા મુજબની કામગીરી, સામાજીક જીવન, ઉત્પાદકતા, ઉંઘ અને ફીલીંગ પર શી અસર થાય છે તે પૂછવામાં આવ્યું હતું. એડીકટેડ તરુણોમાં ડિપ્રેસન, એન્ઝાઈયી, ઈનસોમનિયા (અનિદ્રા) અને ઈમ્પસલિબિટીનું ઉંચુ પ્રમાણ જોવા મળ્યું હતું.
લિમીટ ધ ટાઈમ
તમામ કલાકો દરમિયાન સ્ક્રીન તરફ તાકી રહેવાની આપણી બાયોલોજીમાં ગુંચવાડો પેદા થાય છે અને ઉંઘવાનું મુશ્કેલ થઈ પડે છે, આ પાછળનું કારણ એ છે કે ઉંઘ આવતા હોર્મોન મેલાટોનિન યોગ્ય પ્રમાણમાં છૂટતું નથી. તેથી સ્ક્રીન પર તાકી રહેવાનો સમય, ખાસ કરીને સાંજે, તમને ઉંઘવા તરફ વળવામાં મદદ કરશે. તમારા ફોનથી છુટકારો મેળવવો મુશ્કેલ છે પણ થોડી ધીરજ રાખવાથી એ શકય બનશે.
થોડો સમય ફોન વગર રહ્યા પછી તમારું મગજ તમને ખાતરી કરાવતું બંધ થઈ જશે કે તમે કંઈ મિસ (ગુમાવી) કરી રહ્યા છો અને તમે સતત ફોન ચેક કરવાથી સારી રીતે બચી શકશો.


Advertisement