સોમનાથમાં માસિક શિવરાત્રીના મહાપૂજા યોજાઇ

13 June 2018 02:17 PM
Veraval
  • સોમનાથમાં માસિક શિવરાત્રીના મહાપૂજા યોજાઇ

Advertisement

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા .
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રીના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવેલ.જ્યોત પૂજન અધિક કલેક્ટર શ્રીએચ.આર. મોદી સાહેબના હસ્તે કરવામાં આવેલ,શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી અધિકારી/કર્મચારી, તીર્થ પુરોહિત અને દર્શનાર્થીઓ પણ જોડાયેલ,શ્રી સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ.જેનો લાભ લઇ દર્શનાર્થીઓ એ ધન્યતા અનુભવી. (તસવીર: રાજેશ ઠકરાર- વેરાવળ)


Advertisement