વેરાવળમાં દંપતિ દાઝયું

13 June 2018 02:15 PM
Veraval

વંથલીમાં ખેડૂત પર હુમલામાં વધુ એક આરોપી ઝબ્બે

Advertisement

જુનાગઢ તા.13
વેરાવળ ખાતે રહેતા મમતાબેન અરવિંદભાઈ ઉ.30 ગઈકાલે સાંજે તેના ઘરે પ્રાઈમસ પર રસોઈ બનાવતા હતા ત્યારે પ્રાઈમસ એકાએક ફાટતા મમતાબેન (ઉ.30) અને તેના પતી અરવીંદભાઈ જાદવભાઈ (ઉ.33) ગંભીર રીતે દાઝી જતા વેરાવળથી જુનાગઢ મોડી રાત્રીના ખસેડવામાં આવેલ છે.
આરોપી ઝડપાયો
ગત તા.4-6ના વંથલી ખાતે ખેડુત અગ્રણી નયનભાઈ કલોલા ઉપર ઘાતક હુમલો કરી અપહરણ કરી બન્ને પગ હાથ ભાંગી નાખનાર અગાઉ ચારને પોલીસે દબોચી લીધેલ ગઈકાલે જુનાગઢના દુબડી પ્લોટમાં રહેતા રબારી રાજુ ઉર્ફે ગાંડા જીવા ભારાઈને દબોચી લીધો હતો.
આ અગાઉ ધણફુલીયાનો સરપંચ ભુરા કાના કરમટાની સઘન પૂછપરછમાં ભાવીન ખોમા બઢ લાખા સાંગાહુણ કરશન ગલા મોરીની ધરપકડ કરી હતી.


Advertisement