માંગરોળમાં ખુંટીયાના આંતકથી પ્રજા પરેશાન

13 June 2018 02:14 PM
Junagadh
  • માંગરોળમાં ખુંટીયાના આંતકથી પ્રજા પરેશાન
  • માંગરોળમાં ખુંટીયાના આંતકથી પ્રજા પરેશાન

Advertisement

માંગરોલમાં ગાય અને ખુટીયા નો આતંક દીન પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા ત્રણ દિવસ મા બે વૃદ્ધા ને અડફટે લઈ ઘાયલ કરી. મંદિરો ના વિસ્તાર એવા ચોગાન વિસ્તાર માં રોજ આડેધડ રીતે ચારો નાંખી ને દશઁન કરવા આવનાર લોકો ને વારંવાર અડફટે લઈ ઘાયલ કરવા ના બનાવ બને છે. અનેક મૌખિક રજૂઆત બહેરા કાને અથડાઈ છે. તો હવે આ ખુટીયા પહેલા ની જેમ કોઈ ની જાન લે તે પહેલા કાંઇ નક્કર કાયઁવાહી થાય તેમ લોકો ઇચ્છુક છે અને ચારો ગૌ શાળા કે ગોંદરા મા નાખવા મા આવે તેવી માંગણી કરેલ છે.
(તસ્વીર: વિનુભાઇ મેસવાણીયા- માંગરોળ)


Advertisement