જુનાગઢમાં યુવાનને છરી ઝીંકી મોબાઈલ લૂંટી લીધો: બાઈકમાં અપહરણની કોશીષ

13 June 2018 01:50 PM
Junagadh

ચાલુ બાઈકે હનુમાન કુદકો મારતા ઈજા: ત્રણ શખ્સો સામે ફરિયાદ વિસાવદર સહકારી ખ.વે. સંઘની ઓફિસ તુટી: 62 હજારની રોકડ ચેક બુક તસ્કરો ઉઠાવી ગયા

Advertisement

જુનાગઢ તા.13
જુનાગઢમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પોતાના જ મોટર સાયકલમાં અશરફભાઈ હબીબભાઈ શેઢીયા (ઉ.45)નું અપહરણ કરી લઈ જતા ચાલુ મોટર સાયકલે ઠેકડો મારી ભાગી છુટતા તેનો મોબાઈલ ઝુંટવી લઈ ઘરમાંથી મોટર સાયકલ ઉઠાવી ગયાની અને છરી વડે લોહીલોહાણ કરી નાખતા દવાખાને ખસેડવામાં આવતા જયાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવતા એ ડીવીઝનના પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.કે. ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જુનાગઢ ભાટીયા ધર્મશાળા રોડ પરથી કેળાની વખારની બાજુમાં રહેતા અશરફભાઈ હબીબભાઈ શેઢીયા (ઉ.48) ગઈકાલે બપોરના બે કલાકે જુનાગઢ શાક માર્કેટ ભાટીયા ધર્મશાળાના મોટર સાયકલમાં બળજબરીથી અપહરણ કરી લઈ જતા રસ્તામાં તેનો મોબાઈલ ઝુંટવી લીધો હતો. ફરીયાદી અશરફભાઈના ઘર પાસેથી નીકળતા હીંમત કરી ચાલુ મોટર સાયકલમાં ઠેકડો મારી ઉતરી જતા આરોપીઓએ છરીનો ઘા મારી લોહી લોહાણ કરીન ખેલ જીવ બચાવી ઘરમાં ઘુસી જતા અજાણ્યા આરોપીઓએ ફરીયાદીનું હોન્ડા ડ્રીમ યુગા ગાડી નં. જીજે 11 બીએલ 3373 લઈને નાસી ગયા હતા જેમાં લૂંટ અપહરણનો ગુનો તેમજ છરીનો ઘા મારી જીવલેણ હુમલો કર્યાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંદાવવામાં આવી હતી. ફરીયાદી અશરફભાઈ હબીબભાઈ શેઢીયાના જણાવ્યા મુજબ અગાઉ આરીફ મીયા પાસેથી હથીયાર પકડાવેલ જે હથીયાર પકડાયામાં બાતમી અશરફ હબીબે આપેલ હોય ઉપરાંત આરોપી આરીફ મીયાનું નવુ મકાન બાંધકામ બંધ કરાવ્યાની શંકા રાખી હથીયારમાં ફસાવ્યાનું મનમા રાખી ત્રણ અજાણ્યા શખ્સો મારફત અપહરણ કરાવ્યાનું અને મોબાઈલની લૂંટ મોટર સાયકલ લઈ ગયાની ફરીયાદમાં જણાવતા એ ડીવીઝનના પોલીસ ઈન્સ. એમ.કે. ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.
મંડળીમાં ચોરી
વિસાવદર સહકારી ખરીદ વેચાણ સંઘના દરવાજામાં બાકારૂ પાડી કબાટનું તાળુ તોડી રૂા. 62194ની રોકડ 30 ચેકની ચેક બુક કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે.
ગત તા.11-6-18ની રાત્રીના વિસાવદર ખાતેની વિસાવદર ખરીદ વેચાણ સંઘની ઓફીસનો પાછળનો દરવાજામાં બાકોરૂ પાડી દરવાજો ખોલી ઓફીસમાં રાખેલ કબાટના તાળા તોડી તીજોરીમાંથી રૂા.62194ની રોકડ રકમ 30 ચેકની ચેકબુક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયાની સંઘના મેનેજર રાજેશભાઈ ધીરૂભાઈ રાદડીયાએ નોંધાવતા વિસાવદર પ્રોબેશન પીએસઆઈ પી.જે. બોદરે તપાસ હાથ ધરી છે.
યુવાન પર હુમલો
વિસાવદરના છાલડા ગામે રહેતા અને રૂપાવટી ગામની સીમમાં વાડી ધરાવતા પટેલ પરેશભાઈ મનજીભાઈ ઓડદીયા (ઉ.30)ને રાત્રીના સમયે કોઈ ત્રણ અજાણ્યા શખ્સો તેની મોટર સાયકલમાં આવી લોખંડના પાઈપ લાકડાના ધોકા વડે માર મારી જીવલેણ હુમલો કરી ફરીયાદીનું મોટર સાયકલ ઉઠાવી ગયાની ફરીયાદ વિસાવદર પોલીસમાં નોંધાતા પીએસઆઈ વાઘમસીએ તપાસ હાથ ધરી છે.


Advertisement