તાલાલામાં ચાર વાછરડીઓને બચાવાઈ: બે કસાઈ ઝડપાયા

13 June 2018 01:50 PM
Junagadh
Advertisement

જુનાગઢ તા.13
તાલાલાથી 1 કીમી દુર પીપળવા રોડ પર ઉભેલા બે વાહનોનું ચેકીંગ કરતા બન્ને વાહનોમાં પગ બાંધેલ ચાર નાની નાની વાછરડીઓ જોવા મળતા તુરત 4 વાહનો કબજે કરી લઈ આરોપી સાબ્બીર હુસેન પટણી પંજા (ઉ.21) રે. વેરાવળ, અજય ઉર્ફે હસન ગડી વિજય ઉ.21 રે. ભાલકા, કીશોર જગદીશ પરમાર (ઉ.35) રે. ધાવા ગીર સહીત ચારને દબોચી લીધા જયારે વેરાવળના પટણી અને સોયબ હુસેન ભાયાત નાસી જવામાં સફળ રહ્યા હતા. ચારેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી પોલીસે એક દિવસના રીમાન્ડ મંજુર કરાવી પૂછપરછ હાથ ધરી છે. જયારે નાસી છુટેલાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


Advertisement