ગોંડલ પાલિકાના તોડફોડના બનાવમાં આઠ મહિલા સહિત 18 કર્મચારીઓની ધરપકડ

13 June 2018 01:41 PM
Gondal

કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતરી જતા કામગીરી ઠપ્પ

Advertisement

ગોંડલ તા.13
ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે ચાર માસ પહેલા સફાઇ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને અને કાયમી કરવાના પ્રશ્ને રોષે ભરાય તોડફોડ કરવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગઇકાલે પોલીસ દ્વારા આઠ મહિલા કર્મચારી સહિત 18 કર્મચારીઓની ધરપકડ કરાતા કર્મચારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતરી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ચાર માસ પહેલા નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર અને કાયમી કરવાના પ્રશ્ર્ને રજૂઆત કરાયા બાદ રોષે ભરાઈ પાલિકા કચેરીમાં તોડફોડ કરવામાં આવી હતી, જે અંગે પાલિકા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા ગઇકાલે વસંતભાઈ છગનભાઈ ગોરી, રાજાભાઈ વિઠ્ઠલભાઈ ગોરી, શંકરભાઈ કાળુભાઈ વાઘેલા, વિનોદભાઈ ચમનભાઈ ગોરી, હિરેનભાઈ ચમનભાઈ ગોરી, બટુકભાઈ દેવજીભાઈ સોલંકી, ધર્મેશભાઈ વસંતભાઈ વાઘેલા, અશ્વિનભાઈ અમુભાઇ વાઘેલા, કપિલભાઈ કાળુભાઈ વાઘેલા તેમજ રાજુભાઈ છગનભાઈ વાઘેલા સહિત આઠ મહિલા કર્મચારીઓ મળી 18 કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટ હવાલે કરાયા હતા. પોલીસતંત્ર દ્વારા 10 પુરુષ સફાઈ કર્મચારી અને આજે સવારના આઠ મહિલા કર્મચારીઓની ધરપકડ કરાતા સફાઈ કામદારો રોષ ફેલાવા પામ્યો હતો અને તેઓ વીજળીક હડતાળ પર ઉતરી જવા પામ્યા હતા.


Advertisement