ગોંડલમાં ટ્રક હડફેટે આધેડનું મોત

13 June 2018 01:39 PM
Gondal
  • ગોંડલમાં ટ્રક હડફેટે આધેડનું મોત

ઘોઘાવદર ચોક ખાતે રોડક્રોસ કરતા અકસ્માત

Advertisement

ગોંડલ તા.13
ગોંડલના વોરાકોટડા રોડ ઉપર આવેલ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડ ખાતે મજૂરીકામ કરતા ચંદુભાઈ છગનભાઈ કંડોરીયા (ઉંમર વર્ષ 50) જાતે ખાટ ગઇકાલે સાંજના સુમારે ઘોઘાવદર ચોક ખાતે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે દોડી આવી રહેલ ટ્રક નં. જીજે 10 ટી 6852 ના ચાલકે અડફેટે લેતા ટ્રકના તોતિંગ વહીલ ફરી વખત ચંદુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયો હતો ચંદુભાઇને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ટ્રકને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકો
શિવમ સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ દિનેશભાઈ માધડે માંગ કરી હતી કે મુખ્ય શહેરોમાં દિવસ દરમિયાન ટ્રકને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે ગોંડલમાં પણ પ્રતિબંધ મૂકવો જરૂરી છે ટ્રકોના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે, ગોંડલમાં પણ પ્રતિબંધ મૂકવો જરૂરી છે, લોકોના જીવ જોખમાય છે ત્યારે ગોંડલમાં પણ શહેર પ્રવેશમાં ટ્રકોનો ટાઈમટેબલ નક્કી થવુ જરૂરી છે.


Advertisement