ગોંડલમાં રવિવારે બક્ષીપંચ સમાજ સંગઠ્ઠન દ્વારા રવિવારે સર્વજ્ઞાતી સમુહલગ્નોત્સવ

13 June 2018 01:38 PM
Gondal

34 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે

Advertisement

ગોંડલ તા.13
ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા આગામી તારીખ 17ને રવિવારના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 34 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાનાર છે.
આ તકે કોઠારીસ્વામી અક્ષર મંદિર, મુક્ત સ્વરૂપ દાસજી સ્વામી (જુનાગઢ), ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ), સીતારામબાપુ (વડવાળી જગ્યા), રામદાસબાપુ લાલદાસ બાપુની જગ્યાના મહંત તેમજ કથાકાર ભાસ્કરભાઈ દવે અને રમેશભાઈ શુક્લ કાલભૈરવ પાલીતાણાના હાજર રહી આશીર્વચન પાઠવનાર છે.
કાર્યક્રમના પ્રેરણા સ્તોત્ર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એપીએમસીના ચેરમેન જયંતિભાઇ ઢોલ, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક તેમજ ઠાકોર અને કોળી સમાજના વાઇસ ચેરમેન ભુપતભાઈ ડાભી સહિતનાઓ હાજર રહેનાર છે.
આ અવસરે લોકસાહિત્ય અને હાસ્ય દરબાર તા. 16 શનિવાર રાત્રે 8 કલાકે હરદેવભાઇ આહિર તેમજ શિવરાજસિંહ વાળા દ્વારા રજૂ કરવામાં આવનાર છે.
આ સમારંભના અધ્યક્ષ સ્થાને એપીએમસીના ચેરમેન જયંતિભાઇ ઢોલ સમારંભનું ઉદ્દઘાટન ઈશ્વરભાઈ પટેલ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવનાર છે, અતિથિવિશેષ માં ઇશ્વરભાઇ પરમાર કેબિનેટ મંત્રી, વાસણભાઈ આહિર રાજ્ય કક્ષા મંત્રી, ભરતસિંહ ડાભી દંડક વિધાનસભા, નરેન્દ્ર સોલંકી ચેરમેન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, કે જી વણઝારા સચિવ સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગ, કાળુભાઈ ડાભી ગુજરાત કોળી સમાજ પ્રમુખ, એન જે પાનેરી સમાજ કલ્યાણ અધિકારી રાજકોટ, જયેશભાઇ રાદડીયા કેબિનેટ મંત્રી રાજ્ય સરકાર, પુરૂષોત્તમભાઇ સોલંકી રાજ્ય કક્ષા મંત્રી મત્સઉદ્યોગ, રાજેશભાઇ ચુડાસમા કેબિનેટ મંત્રી, આરસી પટેલ નાયબ મુખ્ય દંડક વિધાનસભા, કમલ દયાણી અગ્રસચિવ હાજર રહેનાર છે, નવ વધુ ને કરિયાવરમાં પાનેતર, ગોદરેજના કબાટ સહિત 48 જેટલી આઈટેમો આપવામાં આવનાર છે. સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા ચંદુભાઇ ડાભી કિશોરભાઈ જેઠવા મનોજભાઈ મારડિયા રાજુભાઈ મહેતા તેમજ વલ્લભભાઈ કટકીયા સહિત બક્ષીપંચ સમાજ સંગઠનના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.


Advertisement