વિંછીયાનાં સેવાભાવી દ્રારા માળારુકુંડાનું વિતરણ

13 June 2018 01:30 PM
Jasdan
Advertisement

ઈ રહેતા દિનેશભાઈ સી. માથુકીયા દ્રારા જુદા જુદા દાતાઅો તરફથી દાન મોકલી અને પંખીઅોના માળા, પાણીના કુંડા અને ચણની ડીશોનું વિછીયા તથા અાજુબાજુના ગામડાઅોમાં વિતરણ કરવામાં અાવેલ છે. દિનેશભાઈ માથુકીયા છેલ્લા ૩૦ વષૅથી જીવદયાનું સતત કાયૅ કરી રહ્યા છે. વિછીયાના વતની હોવાથી વતનનું ઋણ ચુકવવા માટે સદાય તત્પર રહે છે. જેમાં પાંજરાપોળો, ગૌશાળાઅોમાં યોગદાન, ચબુતરાઅો, પાણીના અવેડાઅો, પરબો, પાણીના બોરીગો, પંખીને જુવાર વિગેરનુ યોગદાન અપાવી રહ્યા છે. ર૦૦ જેટલા કાયોૅ તેમના દ્રારા અત્યાર સુધીમાં થયા છે. પ.પૂ. હાલારના મહાન સંત વિજય જીનેન્દ્ર સૂરીશ્ર્વરજી મ.સા.ની પે્રરણા અને અાશિૅવાદથી દરેક ગુજરાના ગામડામાં કોઈપણ જ્ઞાતિરુજાતિના ભેદભાવ વગર મંદિરોમાં જગ્યાઅોમાં, સ્કુલોમાં, ગામડાઅોમાં સતત પ્રવૃતિ કરાવી રહેલ છે. તેમની સાથે વિછીયાના સેવાભાવી કાયૅકર ભરતભાઈ વી. જકડીયા દ્રારા અા સેવા પ્રવૃતિ થઈ રહી છે.


Advertisement