સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના દીઘાૅયુ માટે યુવાનો દ્વારા ધોરાજીથી ખોડલધામ સુધીની પદયાત્રા

13 June 2018 01:29 PM
Dhoraji
  • સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના દીઘાૅયુ માટે યુવાનો દ્વારા ધોરાજીથી ખોડલધામ સુધીની પદયાત્રા

પદયાત્રી યુવાનોનું સ્વાગત કરાયું

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી, તા. ૧૩ ધોરાજીના યુવાનો દ્વારા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના દીઘાયુૅ માટે ધોરાજીથી ખોડલધામ સુધીની પદયાત્રા કરી હતી. ધોરાજીના યુવા ભાજપના મહામંત્રી મિહીર હિરપરાઅે યુવાનો સાથે ધોરાજીથી ખોડલધામ ખાતે પદયાત્રા કરી હતી. અા યુવાનો ૩પ કિ.મી.ની પદયાત્રા બાદ ખોડલધામ કાગવડ ખાતે ખોડીયાર માતાજીના સાંનિઘ્યમાં ખાસ પૂજારુઅચૅના કરી પ્રાથૅના કરી હતી. જેમાં પોરબંદરના સાંસદ અને ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની તંદુરસ્તી અંગે પ્રાથૅના કરેલ હતી અા તકે યુવા ભાજપના મહામંત્રી મીહિરભાઈ હિરપરા, સાહીલ માથુકીયા, વત્સલ માવાણી, મીહીર ટોપીયા, દેવ કાછડીયા, સાવન વોરા, દિપ વઘાસીયા, મનન માવાણી, ઉત્સવ દોંગા સહિતના યુવાનો અા પદયાત્રામાં જોડાયા હતા અને તમામ યુવાનોનું ખોડલધામ ખાતે સ્વાગત કરાયું હતું.


Advertisement