સાવરકુંડલામાં કાંતિલાલ દોશીની જન્મ શતાબ્દી નિમિતે મહારકતદાનરુચક્ષુદાન સંકલ્પ પત્ર કેમ્પ

13 June 2018 01:27 PM
Amreli
  • સાવરકુંડલામાં કાંતિલાલ દોશીની જન્મ શતાબ્દી નિમિતે મહારકતદાનરુચક્ષુદાન સંકલ્પ પત્ર કેમ્પ

શ્રઘ્ધાદ્વીપ જૈન ગ્રુપ અને ગીરીરાજ ગ્રુપ દ્વારા કેમ્પનું અાયોજન

Advertisement

(પ્રદિપભાઈ દોશી) સાવરકુંડલા, તા. ૧૩ અાજથી ૧૦૦ વષૅ પહેલા વણીક પરીવારમાં જન્મેલા કાંતિભાઈઅે સાવરકુંડલામાં વેપાર કે અન્ય કામકાજ ન સંભાળતા અખબારી જગતમાં પ્રવેશ કયોૅ અને સુવણૅકુંડલા કે કુંડલપુર નામે અોળખાતા સાવરકુંડલાના અે સમયમાં ફાનસ લઈ છાપા દેવારુલેવા જતાં અા સમયથી અાજ સુધી કે.ડી.દોશીની અખબારી યાત્રાને સુપેરે નિષ્ઠા સત્ય અને નિયમિતતાના રસ્તે યથાવત રાખનાર પ્રદિપભાઈ દોશી અને પૌત્રો ચિરાગરુસૌરભે પણ જાળવી રાખી છે. અા અખબારી જગતના ભીષ્મપિતા કાંતિલાલ દલીચંદ દોશીની જન્મ શતાબ્દી લોકઉપયોગી કાયૅ અને અનોખી રીતે મનાવવાનું તેમના પરિવારે વિચારતા તેઅોની તા. ૧૭ના રોજ ૧૦૦ વષૅ પૂણૅ થઈ રહયા છે. ત્યારે મહારકતદાન શિબિર અને ચક્ષુદાન સંકલ્પપત્ર કેમ્પ યોજી અા પ્રસંગ મનાવાઈ રહયો છે. અે સહકાર અાપી કાયૅરત થાય છે. તા.૧૭ને રવિવારે સવારે ૯ કલાકે કમાબાપા દોશીવાડીરુજૈન દેરાસર શેરી સાવરકુંડલા ખાતે યોજાનાર અા મહારકતદાન કેમ્પમાં પોતાનું રકતદાન કરી લોકોપયોગી કાયૅમાં સહભાગફી થવા અપીલ કરાઈ રહી છે.


Advertisement