ગીર ગઢડા બસ સ્ટેશન પાસે પોલીસ કર્મી પર ટાટા સુમો ચડાવી કચડી નાખવાની કોશિષ

13 June 2018 01:20 PM
Amreli
  • ગીર ગઢડા બસ સ્ટેશન પાસે પોલીસ કર્મી પર ટાટા સુમો ચડાવી કચડી નાખવાની કોશિષ

સમન્સ બજાવવા નીકળેલ પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ: બનાવનુ સીસીટીવી કુટેજમાં રેકોડિંગ : તપાસ શરૂ

Advertisement

ઉના તા.13
ગીરગઢડામાં બસસ્ટેશન નજીક એક ટાટા સુમો કાર અડચણરૂપ રોડ વચ્ચે ઉભી હોય એ વખતે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ કાર ચાલકને કાર સાઇડમાં રાખવાનુ કહેતા ચાલકને સુરાતન ચડતા ટાટા સુમો પુરપાટ ઝડપે પોલીસ કર્મિ પર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સરાજાહેર ધટના બનતા આ બસ્ટેશન વિસ્તરમાં નાશભાગ મચી જવા પામેલ આ બનાવની પોલીસ કર્મિએ હત્યાની ફરીયાદ નોધાવતા પોલીસે આરોપી તેમજ કારનો કબ્જો મેળવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી..
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રીતેષભાઇ ગૈરીશંકર પંડ્યા સમન્સ બજાવાની કામગીરી કરતા હોય અને ગઇ કાલે રીતેષભાઇ સમન્સ બજાવવા તેમના બાઇક પર નિકળેલ એ વખતે ગીરગઢડા બસ સ્ટેશન ચોકમાં નરેન્દ્ર રમેશચંન્દ્ર પાટીલ રહે. ગીરગઢડા પોતાની પાસે રહેલ ટાટા સુમો કાર નં. જી.જે.11 એબી 7245 રોડ વચ્ચે ઉભી રાખી ઉભો હતો. પોલીસ કોન્સટેબલ રીતેષભાઇ તેમને કહેલ કે તમારી સુમો સાઇડમાં પાર્ક કરો તેમ કહેતા નરેન્દ્ર પાટીલ પો.કો. સાથે ઉશ્કેરાઇ ને કહેવા લાગેલ કે તારે શું ઉતાવળ છે તેમ કહેલ જ્યારે આ કર્મચારીએ જણાવેલ કે હું ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવુ છુ અને સમન્સ બજાવવા જાવુ છે. તેમ કહેતા આ શખ્સ ઉશ્કેરાય ગાળો બોલતા અને ઝપાઝપી કરી કર્મચારીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. જ્યારે આ શખ્સને કાર સાથે પોલીસ સ્ટેશનને લાવતા હતા તે દરમ્યાન પોલીસ સ્ટેશન આવવાને બદલે કાર સાથે નાશી છુટતા તેને રોકવા જતા પો.કો. રીતેષભાઇ બાઇક પર બેસી સુમોનો પીછો કરતા હતા.
સુમો ચાલકે પોતાની સુમો પો.કો. રીતેષભાઇ તથા તેની પાછળ બેસેલ અન્ય પોલીસ કર્મિ ઉપર કાર બાઇક ઉપર ચડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરી અને બાઇકને કચળી નાખેલ હતું. આ સમગ્ર ધટના નજીકની એક બેંકમાં ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હતા. પોલીસે આરોપી નરેન્દ્ર પાટીલ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની તથા ફરજમાં રૂકાવટન ફરીયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.


Advertisement